google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratનેત્રંગમાં શિયાળાની ઠંડીને લઈને ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા ધાબળા વિતરણ કરાયા

નેત્રંગમાં શિયાળાની ઠંડીને લઈને ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા ધાબળા વિતરણ કરાયા

- ગૃપ દ્વારા સરાહનિય કામગીરી કરાતા લોકોના મળ્યાં આશીર્વાદ

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ,વાલિયા અને ઝઘડીયા તાલુકામાં હરહંમેશ કાર્યરત ટ્રાઈબલ કિંગ ગૃપ સેવાના કાર્ય કરી રહ્યા છે. કડકડતી શિયાળાની ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળે તે આશય થી નિ:શૂલ્ક ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.

ટ્રાઈબલ કિંગ ગૃપના સેવાભાવી યુવાનો દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે.હાલ શિયાળાના સમયમાં કડકડતી ઠંડી પડી રહી છે.ત્યારે પાકા ઘરમાં રહેતા લોકો પણ ઠંડી ઠુંઠવાય છે જેના કારણે ત્યારે જરૂરિયતમંદ લોકોની હાલત કફોડી બને છે.આવા સમયમાં લોકો માટે ટ્રાઈબલ કિંગ ગૃપ વહારે આવ્યું છે.ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલિયા અને ઝઘડીયા તાલુકાના અંતરિયાળ ગામોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોને આ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી થી રક્ષણ મળે તે હેતુથી ૧૫૦૦ થી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ આ વિસ્તારમાં ચાલતા ટ્રાઈબલ કિંગ ગૃપ દ્વારા કરવામાં આવ્યું હતું.જેના કારણે જરૂરિયાતમંદ લોકો ઠંડી થી રક્ષણ મેળવી રહ્યા છે.જેના કારણે લોકો સમાજ સેવાનું કાર્ય કરતા આ ગૃપને આશીર્વાદ આપી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!