google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયા ગામની વિવિધ સંસ્થાઓના સહયોગથી સેવા રૂરલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં...

ઝઘડિયા ગામની વિવિધ સંસ્થાઓના સહયોગથી સેવા રૂરલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

- શિબિરમાં ઝઘડિયા અને તેની આસપાસના યુવાનો તથા ઈન્ડસ્ટ્રીના કાર્યકરોએ કુલ ૮૫ યુનિટ બ્લડ એકત્ર કર્યું હતું

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકા તેમજ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ઘણી વખત જીવલેણ અકસ્માતો થતા હોય છે તેવા સમયમાં અકસ્માત ગ્રસ્ત લોકોને બ્લડની તાત્કાલિક જરૂર પડતી હોય ઝઘડિયા પંથકમાં અવારનવાર સેવા રૂરલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે.ગતરોજ ઝઘડિયા ગામની વિવિધ સંસ્થાઓના સહયોગથીશ સેવા રૂરલ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરમાં સેવા રૂરલ સંસ્થાના સંસ્થાના ભાઈઓ બહેનો,ઝઘડિયા શહેર અને તેની આસપાસના ગામડાઓના યુવાનો તથા ઈન્ડસ્ટ્રીઝના કાર્યકરોએ ખૂબ ઉત્સાહપૂર્વક રકતદાન કર્યું હતું.આ રક્તદાન કેમ્પમાં કુલ ૮૫ યુનિટ બોટલ એકત્ર કરવામાં આવી હતી.રક્તદાન શિબિર દરમ્યાનન સુરત રકતદાન કેન્દ્રની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!