(જયશીલ પટેલ,ઝઘડીયા)
આજથી શરૂ થયેલ ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરિક્ષાને લઇને ઠેરઠેર પરિક્ષામય માહોલ છવાયો છે.ત્યારે ભરૂચ જીલ્લાના અન્ય પરિક્ષા કેન્દ્રોની જેમ ઝઘડિયા અને રાજપારડી કેન્દ્રો ખાતે એસએસસી બોર્ડની પરિક્ષાનો શાંતિમય માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. તેમજ ઝઘડિયા કેન્દ્ર ખાતે ધો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરિક્ષાની પણ શરૂઆત થઈ હતી.ઝઘડિયા કેન્દ્રમાં દિવાન ધનજીશા હાઈસ્કુલ ખાતે ધો.૧૦ ની પરિક્ષાને લઈને કુલ બે યુનિટમાં ૨૪ બ્લોકમાં કુલ ૭૨૦ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે,જેમાં આજરોજ પ્રથમ દિવસે બન્ને યુનિટોમાં કુલ ૭૨૦ વિદ્યાર્થીઓ પૈકી ૬૬૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જ્યારે ઝઘડિયાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ ખાતે કુલ ૮ બ્લોકમાં આજે પ્રથમ દિવસે કુલ ૬૬ વિધ્યાર્થીઓએ ગુજરાતીના પેપરની પરિક્ષા આપી હતી.પ્રથમ દિવસે ગુજરાતીનું પ્રશ્નપત્ર પ્રમાણમાં સહેલું હોવાની લાગણી વિદ્યાર્થી આલમ માંથી જાણવા મળી હતી.જયારે ઝઘડિયા કેન્દ્રમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષા અંતર્ગત કુલ ૨૪ બ્લોકમાં ૭૨૦ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી રહ્યા છે.ઝઘડિયા કેન્દ્રમાં ઝઘડિયાની દિવાન ધનજીશા હાઈસ્કુલ,અક્ષર વિદ્યાલય, સરસ્વતી વિધ્યાલય, મદ્રેસા હાઈસ્કુલ, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ તેમજ કરાર, કપલસાડી, ગોવાલીની શાળાઓના વિદ્યાર્થીઓ પરિક્ષા આપે છે.જ્યારે રાજપારડી કેન્દ્ર ખાતે ડી.પી.શાહ વિદ્યામંદિર હાઈસ્કુલ ખાતે યુનિટ ૧ માં કુલ ૩૬૧ વિદ્યાર્થીઓ અને યુનિટ ૨ માં ૩૪૫ વિદ્યાર્થીઓ ધો.૧૦ ની પરિક્ષા આપી રહ્યા છે.આજે પરિક્ષાના પ્રથમ દિવસે બંને યુનિટમાં કુલ ૭૦૬ વિદ્યાર્થીઓ પૈકી ૬૮૩ વિદ્યાર્થીઓ પરિક્ષામાં હાજર રહ્યા હતા.રાજપારડી કેન્દ્રમાં રાજપારડીની ડી.પી.શાહ વિદ્યામંદિર, નુરાની હાઈસ્કુલ, પાણિની પ્રજ્ઞા પરબ શાળા અને શબ્દ વિદ્યાલય તેમજ ઉમલ્લા, પાણેથા, ભાલોદ, સરસાડ, હરિપુરા, અવિધાની શાળાઓના વિદ્યાર્થીઓ પરિક્ષા આપે છે.જ્યારે રાજપારડીની પાણિની પ્રજ્ઞા પરબ શાળા ખાતે પેટા કેન્દ્રમાં ધો.૧૦ ના રીપીટર વિદ્યાર્થીઓ પરિક્ષા આપે છે.