google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratવરિષ્ઠ પ્રેરક વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદીનું ૩૦મીએ થશે રાજપીપલામાં આગમન

વરિષ્ઠ પ્રેરક વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદીનું ૩૦મીએ થશે રાજપીપલામાં આગમન

- લાખો લોકોનું જીવન બદલનાર કુશળ,લોકપ્રિય વક્તા બ્રહ્માકુમારી શિવાનીદીદી "જીવન ઉત્સવ- એક નવી શરૂઆત" આ વિષય ઉપર પ્રવચન આપશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

બ્રહ્માકુમારી શિવાની દીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા તરીકે વિશ્વભરમાં જેમના પ્રવચનો સાંભળવા લાખોની જનમેદની ઉમટે છે અને રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાની દીદી ઉર્ફે બી કે શિવાનીના અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ,લોકપ્રિય વક્તા છે જેઓનું આગમન પહેલી વાર રાજપીપલામાં થઈ રહ્યું છે.

તા.૩૦ નવેમ્બરના રોજ રાજપીપલા જીન કમ્પાઉન્ડમાં બ્રમ્હા કુમારી શિવાનીદીદી સાંજે ૬ કલાકે વિરાટ જનમેદનીને સંબોધશે.તેઓ “જીવન ઉત્સવ- એક નવી શરૂઆત” આ વિષય ઉપર શિવાનીદીદી પોતાનુંમનનીય પ્રવચન આપશે.આ અંગે રાજપીપલા બ્રહ્મા કુમારી કેન્દ્ર ખાતે બ્રહ્મા કુમારી જવનીકાબેન,ભરૂચ સબ ઝોનના ઈન્ચાર્જ બ્રહ્મા કુમારી પ્રભાબેને પત્રકાર પરિષદમાં કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી રાજપીપળાની સુવર્ણ જયંતિ નિમિત્તે રાજપીપળામાં પહેલીવાર બ્રહ્માકુમારી શિવાનીદીદી નું આગમન થઈ રહ્યું છે. જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.તારીખ ૩૦ મી નવેમ્બરના રોજ સાંજે ૬ કલાકે જીમ કમ્પાઉન્ડ હરસિધ્ધિ માતાના મંદિરની સામે રાજપીપળા ખાતે “જીવન ઉત્સવ – એક નવી શરૂઆત” વિષય ઉપર શિવાનીબેન પોતાનું પ્રવચન આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!