google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નોનું કરાયું સન્માન

ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નોનું કરાયું સન્માન

ભરૂચ,
ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે તારીખ ૧૦ મી મે ૨૦૨૪ને શુક્રવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ તારીખ ૧૦ ને વૈશાખ સુદ ત્રીજને અખાડત્રીજને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન તેમજ ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવાથકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ કૃષિ યુનિવર્સીટી માં મદદનીશ પ્રાધ્યાપક વૈજ્ઞાનિક અને અનેક એવોર્ડ મેળવેલ ડૉક્ટર જયમીન પંડયા,બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી અને યુનિયન શાળાના પૂર્વ આચાર્ય ઉપેન્દ્રભાઈ પંડયા,ભરૂચના જાણીતા સંગીત ઉપાસક સુકેતુ ઠાકર,ગુમ થયેલ દોઢ લાખની મળી આવેલ સોનાની ચેનને મૂળ માલીકને પ્રમાણિકતા પૂર્વક પરત કરનાર લક્ષય બાદલ પંડયાનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોના હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે સમાજમાં ફક્ત દીકરી ધરાવતા પરિવારોનાનું સન્માન તેમજ વડીલોની સાર સંભાળ રાખતા સંતાનોના અન્ય સમાજને પ્રેરનાલક્ષી કાર્યક્રમ આયોજીત કરનાર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમનું ઉપસ્થિત પ્રમુખ હેમંત શુક્લ નું શાલ ઓઢાડી તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત,કિરણ જોશી,પ્રશાંત પાઠક,શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે,યશ પાઠક,કૌશિક જોશી,જે ડી ભટ્ટ,પ્રગનેશ ઉપાધ્યય ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!