(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે આયોધ્યા માં રામલલાની જન્મભૂમિ પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં પણ ઠેરઠેર ઉત્સવ ની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
રાજપીપલા નજીક જીતનગર મંદિરમાં ન્યુ જર્સી અમેરિકાથી ભારત આવેલ બ્રાહ્મણ અમરીશ શુક્લએ શતચંડી યજ્ઞ કરાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં હિન્દુ ભક્તોમાં ભારે ઉત્સાહ છે.
અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા અંગે જીતનગર મહાદેવ મન્દિરે ભવ્ય કાર્યક્રમશત ચંડી યજ્ઞ,ભજન ધૂન,દિપોત્સવ,મહાઆરતી સમસ્ત ગામ ભોજન પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરને રંગોળી,ધજાઓ ફૂલોથી શણગાર્યુ હતું.યજ્ઞ દ્વારા દેશમાં રામ રાજ્ય જેવી સ્થપના થાય એવી પ્રાર્થના કરાઈ હતી.આયોજક બ્રાહ્મણ વિરલ દવે ટ્રસ્ટીએ સુંદર યજ્ઞનું આયોજન કર્યું હતું.