(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકામાં અનેક ઈંટના ભઠ્ઠાઓ આવેલ છે.જેમાં કેટલાંક ઈંટના ભઠ્ઠાઓ ઊપર પરપ્રાંતીયો મજૂરી અર્થે આવતા હોય છે.ત્યારે ભઠ્ઠાના સંચાલકો દ્વારા મજૂરોને માર માર્યા અંગેના અહેવાલ સપાટી ઉપર આવ્યા છે.
ભરૂચ જીલ્લાના જંબુસર પંથકમાં આવેલ વીઆઈપી ઈંટના ભઠ્ઠાઓ ઊપર છત્તીસગઢના નાં મજૂરો ઊપર અત્યાચાર થતા વતનની વાટ પકડી રહેલા મજૂરો એ પોતાની આપવીતી વર્ણવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસર તાલુકાના એક ગામમાં વીઆઈપી ઈંટના ભઠ્ઠાના સંચાલક નામે ઈમરાન શેઠ તેમજ શફાકત ખાન દ્વાર ભથ્થાની ઓફિસમાં બોલાવી મારઝુડ કર્યા હોવાનો આક્ષેપ મજૂરોએ કર્યો છે.પરપ્રાંતીય મજૂરો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જતાં સ્થાનિક પોલિસે ફરીયાદ નહિ લેવાના પણ આક્ષેપો કર્યા છે.ભોગ બનેલ મજૂરોએ વતનની વાત પકડી હોવાની વિગતો સાંપડી રહી છે.
જંબુસરમાં ઈંટના ભઠ્ઠાના મજૂરોએ ભઠ્ઠાના સંચાલકો દ્વારા માર માર્યાનો કર્યો આક્ષેપ
- ભોગ બનેલ મજૂરોએ વતનની વાત પકડી હોવાની વિગતો સાંપડી રહી છે