google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeવિલાયતમાં ભાઈ અને ભત્રીજાએ મળી એકનું ઢીમ ઢાળી હત્યા કરતા બંને આરોપીઓને...

વિલાયતમાં ભાઈ અને ભત્રીજાએ મળી એકનું ઢીમ ઢાળી હત્યા કરતા બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

વાગરા,

વાગરા તાલુકાના વિલાયત ગામે પરિવારના અંદરો અંદરના ઝઘડામાં એકને માર મારતાં તેનું મોત નીપજતાં પોલીસ ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં આવેલાં વિલાયત ગામે રહેતાં હસમુખ ઉર્ફે પ્રકાશ અંબુ વસાવાની માતાનું વિસ્તારમાં જ મકાન આવેલું છે.દરમ્યાનમાં હસમુખનો ભાઈ પ્રવિણ ઉર્ફે મુકેશ અંબુ વસાવા તથા ભત્રીજો જયેશ વસાવા તેમની માતા સોમીબેનના પતરાનું કામ કરી રહ્યા હતા.તે વેળા હસમુખે તેને તું કેમ મકાનનું કામ કરે છે.તું જૂદા રહે છે હું પણ જૂદો રહું છું તો તું કેમ તે ઘરને બનાવી તેમાં રહેવા આવવાની વાત કરે છે એ ઘરમાં બન્નેનો ભાગ છે.જેથી ભાઈ પ્રવિણ તેમજ ભત્રીજા સાથે તેમની તકરાર થતાં મામલો ગરમાયો હતો.બન્નેએ હસમુખને માર માર્યો હતો.પ્રાથમિક તબક્કે તેઓ ધાબા પરથી પડતાં ઈજાઓ થઈ હોવાનું જણાવ્યું હતું.જોકે બાદમાં તેનું મોત થતાં પરિવારજનોએ હકિકત જણાવી હતી.હસમુખના જ સગા ભાઈ પ્રવિણ તેમજ ભત્રીજા જયેશે તેના પર હુમલો કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જેના પગલે વાગરા પોલીસે ગણતરીના સમયમાં જ બંને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી મુક્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!