google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratછત્તીસગઢના હસદેવ જંગલના વિનાશને અટકાવવા તથા આદિવાસીઓને વિસ્થાપનથી રક્ષણ કરવા BTP સેના...

છત્તીસગઢના હસદેવ જંગલના વિનાશને અટકાવવા તથા આદિવાસીઓને વિસ્થાપનથી રક્ષણ કરવા BTP સેના દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપ્યું

- આવેદનપત્રની નકલ રાજ્યપાલ છત્તીસગઢ, મુખ્યમંત્રી છત્તીસગઢ, અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્હી, પર્યાવરણ મંત્રાલય દિલ્હી, કેન્દ્રીય મંત્રી આદિજાતિ બાબતોનું મંત્રાલયને રવાના કરવામાં આવી 

(જયશીલ પટેલ,ઝઘડિયા)
હસદેવ ક્ષેત્રની ૨૦ જેટલી ગ્રામસભાએ ખંડન વિરુદ્ધ ઠરાવ કર્યો છે અને ખનનને મંજૂરી આપી નથી તેમ છતાં ગ્રામસભાના ઠરાવવાની કરી આદિવાસીઓના બંધારણીય અધિકારોનું હનન કરેલ છે તેમ આવેદનપત્ર માં જણાવ્યું છે.
છત્તીસગઢ રાજ્યના હસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે થઈ રહેલા જંગલના વિનાશને અટકાવી પર્યાવરણ વન્યજીવ જૈવવિવિધતાને થઈ રહેલા નુકસાન અને જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપનથી રક્ષણ કરવા બાબતે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આજરોજ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવ્યું છે, આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગત તારીખ ૨૧ ડિસેમ્બર ૨૩ ના રોજ છત્તીસગઢના હસદેવ ક્ષેત્રમાં આવેલા આદિવાસી ગામોના સરપંચો તથા આદિવાસી યુવાનોને ૫૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને આશરે ૩૦ હજારથી વધુ વૃક્ષો કાપી નાખીને પર્યાવરણ વન્યજીવો જૈવવિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટાપિયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે,હસદેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે,આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે જેમાં હાથી વાઘ અને અન્ય કેટલાય લુપ્તપ્રાય જીવોનો પણ સમાવેશ થાય છે,સાથે સાથે આ જંગલો આદિવાસીઓનું નિવાસસ્થાન છે જેમનું જીવન સંપૂર્ણપણે જંગલ પર આધારિત છે, આ જંગલને નુકસાન પહોંચાડવાથી ભારત દેશની આબોહવા અને ઋતુચક્રને ખૂબ મોટપાયે નુકસાન થશે જે આવનારા ભવિષ્ય માટે ખૂબ નુકસાનકારક રહેશે, વધુ માં આવેદનપત્ર વર્ષ ૨૦૧૦માં પર્યાવરણ મંત્રાલયની વન સલાહકાર સમિતિએ પણ કોલસો કાઢવા માટે હસદેવના જંગલનો નાશ ન કરવો જોઈએ એવું જણાવ્યું છે, સમિતિએ જણાવ્યું છે કે જો જંગલને નુકસાન પહોંચાડવામાં આવશે તો એનાથી ખૂબ મોટા પાયા પર્યાવરણને હાનિકારક અસરો થશે, છત્તીસગઢ રાજ્ય બંધારણીય અનુસૂચિ ૫ વિસ્તારમાં આવે છે,જેમાં આદિવાસીઓને પ્રશાસનિક વહીવટના નિયંત્રણ માટે સત્તાઓ આપવામાં આવી છે, અનુસૂચિત વિસ્તારમાં ગ્રામસભા અને સર્વોપરી સત્તા આપવામાં આવી છે,આ વિસ્તારમાં ગ્રામસભાની પરવાનગી વિના કોઈપણ પ્રકારનું ખનન કાર્ય કરી શકાતું નથી,હસદેવ ક્ષેત્રની ૨૦ જેટલી ગ્રામસભાઓને ખનન વિરુદ્ધ ઠરાવ કર્યા છે અને ખનનને મંજૂરી આપી નથી.તેમ છતાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામસભાના ઠરાવવાની અવગણના કરીને આ વિસ્તારમાં ખનન માટે મંજૂરી આપી દેવામાં આવી છે જે ખરેખર દેશના બંધારણનું ઉલ્લંઘન કરીને આદિવાસીઓના બંધારણ અધિકારોનું હનન કરેલ છે, રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે આપ બંધાણીએ વડા છો તો આ આવેદનપત્ર થકી અમારી એ જ માંગણી છે કે આ આદિવાસીઓ સાથે થઈ રહેલા અત્યાચાર રોકવા માટે આગળ આવી પોતાની બંધારણીય શક્તિનો ઉપયોગ કરો અને હસદેવ જંગલ બચાવી ભારતના પર્યાવરણ સાથે ત્યાં વસતા વન્યજીવો અને આદિવાસીઓનું રક્ષણ કરો.હસદેવ જંગલો નાશ થતો અટકાવવામાં નહીં આવશે તો સમગ્ર દેશનો આદિવાસી સમાજ આંદોલન કરશે તેમ તેમણે તેમના આવેદનપત્રમાં જણાવ્યું છે,આવેદનપત્રની નકલ રાજ્યપાલ છત્તીસગઢ, મુખ્યમંત્રી છત્તીસગઢ, અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્હી, પર્યાવરણ મંત્રાલય દિલ્હી, કેન્દ્રીય મંત્રી આદિજાતિ બાબતોનું મંત્રાલયને રવાના કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!