google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeરાજપીપલા સુર્યા પ્લાઝા કોમ્પ્લેક્સના બિલ્ડરોએ દુકાનદારો સાથે ૨.૫ કરોડની છેતરપિંડી કરી

રાજપીપલા સુર્યા પ્લાઝા કોમ્પ્લેક્સના બિલ્ડરોએ દુકાનદારો સાથે ૨.૫ કરોડની છેતરપિંડી કરી

- રાજપીપળાના સૂર્યા પ્લાઝામાં સુવિધાઓ જ નહી હોવાના આક્ષેપ વેપારીઓએ કર્યો - ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ફાયર સેફટી મુકવાની હતી જે મુકેલ નથી - દુકાન વેચીને દસ્તાવેજ કર્યા તો બીજી બાજુ એ દુકાન મોર્ગેજ કરીને લોન લીધી હોવાની ગંભીર ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજપીપળાની સંતોષ ચાર રસ્તા પાસે આવેલાં સુર્યા પ્લાઝા કોમ્પલેકસના બિલ્ડરોએ ૨.૫ કરોડની છેતરપિંડી કરી હોવાની રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ કરી છે જેમાં ફરિયાદી નિલેશ વસાવા દુકાનદારે બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે લેખિત ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે.

રાજપીપળા ખાતે સંતોષ ચોકડી આવેલ સૂર્યા પ્લાઝા કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.જેમાં સુરત,વ્યારા,બારડોલી અને વડોદરાના મળી ૮ જેટલા ભાગીદારો છે.આ બિલ્ડરોએ ભેગા મળીને આ કોમ્પલેકસમાં અંદાજિત ૨૦૪ જેટલી દૂકાનો અને ઓફિસો બનાવી છે.જેમાંથી ૧૪૦ જેટલી વેચાણ કરેલી છે અને કેટલીક ભાડેથી આપેલી છે.

દુકાનધારકો દ્વારા મામલામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જેટલા લોકોનો વેચાણ દસ્તાવેજ થયો તેમાં કોઈ પાસેથી ૫૮ હજાર કોઈ પાસેથી ૫૧ હજા૨ જેવી જગ્યા પ્રમાણે એડવાન્સ આજીવન મેન્ટેનન્સ લઈ લીધું હતું.આમ અંદાજિત ૨.૫ કરોડ જેટલી રકમ આ બિલ્ડરો લઈને જતાં રહયાં છે.

ફરિયાદમાં ઘણા બધા દુકાનદાર પાસેથી લાઈફટાઈમ મેન્ટેનન્સ ચાર્જ લેવામાં આવ્યો છે પરંતુ કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી.,કોમન પાવર બેક અપ માટે જનરેટર મૂકવાનું હતું તે મુકેલ નથી.,ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર ફાયર સેફટી મુકવાની હતી જે મુકેલ નથી.,પાર્કિંગ આપવાની વાત હતી જે આપેલ નથી અને છેતરપિંડી કરવામાં આવી છે,કોમન ટોયલેટ સુપ્રત કરેલ નથી.,. દુકાનના દસ્તાવેજ કરી આપેલ છે પરંતુ સીટી સર્વેમાં કે નગરપાલિકામાં રજીસ્ટર થતા નથી કારણ કે કોમ્પલેક્ષ પર બોજો છે તો આ રીતે અમારી જોડે છેતરપિંડી કરી છે એક તરફ અમને દુકાન વેચીને દસ્તાવેજ કર્યા છે અને બીજી બાજુ એ દુકાન મોર્ગેજ કરીને લોન લીધી છે. આ સાથે કામિનીબેન પટેલ જેઓની દુકાન નંબર FF ૫૮ છે જેમના નાણાં ૧૬ લાખ જેટલા છેલ્લા 4 વર્ષથી આપેલા છે અને એમને દસ્તાવેજ કરી આપેલ નથી,૩ ફુલ સાઈઝ લિફ્ટ મૂકવાની હતી જે મુકેલ નથી.આમ કુલ ૨.૫ કરોડ જેટલી રકમની ગેરરીતી કરેલ છે.

આ અંગે નિલેશ વસાવા ફરિયાદી દુકાનદારે જણાવ્યું છે કે અમારી સાથે છેતરપિંડી કરાઈ છે.કોઈપણ જાતનું મેન્ટેનન્સ થયું નથી. આ સાથે દુકાનના દસ્તાવેજ કરી આપેલ છે પરંતુ સીટી સર્વેમાં કે નગરપાલિકામાં રજીસ્ટર થતા નથી કારણ કે કોમ્પલેક્ષ પર બોજો છે. તો આ રીતે અમારી જોડે છેતરપિંડી કરી છે એક તરફ અમને દુકાન વેચીને દસ્તાવેજ કર્યા છે અને બીજીબાજુ એ દુકાન મોર્ગેજ કરીને લોન લીધી છે.જનરેટર, ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ આપવામાં આવી ન હોવા છતાં બિલ્ડરોએ ૨.૫ કરોડ ઉઘરાવી લીધાં છે.

પોલીસ આ દિશામાં ન્યાયી તપાસ કરી બિલ્ડરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરી છે.

જયારે ગૌતમ વાસાણી, બિલ્ડર, સુર્યા પ્લાઝાએ જણાવ્યું છે કે કોમ્પલેકસના વેપારીઓએ કરેલાં વિરોધ અને કરી પોલીસ ફરિયાદની વિગતે જાણ નથી.અમારા અન્ય ભાગીદાર સાથે વાતચીત કરીને જણાવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!