google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનર્મદા કલેક્ટર કચેરીનો એક ખૂણામાં બૂલબૂલે બનાવ્યું છે કાયમી રહેઠાણ

નર્મદા કલેક્ટર કચેરીનો એક ખૂણામાં બૂલબૂલે બનાવ્યું છે કાયમી રહેઠાણ

- છેલ્લા ચાર વર્ષથી અહીં વસવાટ કરતા બૂલબૂલે આ વખતે સેવેલા બે ઈંડા માંથી નીકળેલા બચ્ચાઓની ચિચિયારીથી સરકારી કચેરીમાં સર્જાયો અનોખો માહોલ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જીલ્લાના મુખ્ય મથક એવા રાજપીપળામાં આવેલા જીલ્લા સેવા સદનના ભોંય તળિયાનો એક ખૂણો પક્ષીના બચ્ચાની ચિચયારીથી ગુંજી ઉઠ્યો છે. કલેક્ટર કચેરી જેવી મહત્વની ઓફિસમાં પક્ષીના બચ્ચાની ચિચયારી અરજદારોને પણ આશ્ચર્ય ચકિત કરે છે.સામાન્ય રીતે ઈમારતોમાં જોવા ના મળે તે છતાં અહીં બૂલબૂલે માળો બનાવી બે બચ્ચાનો ઉછેર શરૂ કર્યો છે. 

પશુપક્ષીઓ પ્રકૃતિ સાથે માનવજીવનના પણ અભિન્ન અંગ છે.શહેરીકરણના દુષ્પ્રભાવોની અસર પક્ષીઓ ઉપર પડી છે.કેટલાક વર્ષો પહેલા ઘર આંગણે જોવા મળતા પક્ષીઓએ જાણે માનવીથી દૂર ચાલ્યા ગયા હોય એવો અહેસાર થવા વિના રહેતો નથી.હવે તો ઉંચી ઇમારતોમાં તો માત્ર કબૂતરો સિવાયના પક્ષીના માળા જવલ્લે જોવા મળે છે. 

ચકલી માટે બનાવેલા માળામાં તે નિવાસ કરે તો તમારૂ ભાગ્ય સમજવું.આવા સમયે સરકારી કચેરી જેવી આવરાજાવરા વાળા વિસ્તારમાં બૂલબૂલ જેવું પક્ષી માળો બનાવે તો આનંદની જ વાત કહેવાય ! નર્મદા કલેક્ટર ઓફિસમાં ભોંય તળિયે આવેલી માહિતી ખાતાની ઓફિસની પાસે એક બારી ઉપર બૂલબૂલે પોતાનું ઘર વસાવ્યું છે. 

આ ઘર આ વર્ષે જ બનાવ્યું હોય એવું નથી, છેલ્લા ચારેક વર્ષથી બૂલબૂલ અહીં વસવાટ કરી રહ્યું છે. અંગ્રેજીમાં એને રેડવેન્ટેડ બૂલબૂલ તરીકે ઓળખવામાં આવે છે,તે પક્ષી સામાન્ય રીતે માનવ વસાહત નજીક પોતાનો માળો બનાવતું નથી.એટલે કચેરીના કર્મયોગીઓએ તેમનું ઘર અકબંધ રહે એવા પ્રયત્નો કર્યા છે.સાફ સફાઈ કરતી વેળાએ માળો વિંખાઇ ના જાય એની તકેદારી રાખી છે.બૂલબૂલને બહાર જવા આવવા માટે બારી પણ ખૂલી રાખવામાં આવે છે. 

છેલ્લા ચાર વર્ષમાં આ બીજી વખત બૂલબૂલે તેના આ ઘરમાં ઈંડા મૂકી તેને સુપેરે સેવ્યા છે.આ વખતે પણ બે બચ્ચા સરકારી ઈમારતના આ માળામાં કિલ્લોલ કરી રહ્યા છે.કર્મયોગીઓ બૂલબૂલ ખાઈ તેવી ચણ નાખવામાં આવે છે.એથી બૂલબૂલ પોતાના બચ્ચાને ખવડાવી શકે.સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન બૂલબૂલ બચ્ચા આપે છે.એટલે આ ઋતુકાળમાં નર્મદા જીલ્લાની આ કચેરી પક્ષીના કલકલાટથી ગુંજી ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!