google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeરાવ ટ્રાવેલ્સના સુપરવાઈઝરો દ્વારા બસના ડ્રાઈવરને ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક ઢોર માર...

રાવ ટ્રાવેલ્સના સુપરવાઈઝરો દ્વારા બસના ડ્રાઈવરને ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક ઢોર માર માર્યો

- હુમલાખોર સુપરવાઈઝરો દ્વારા ડ્રાઈવરને માર મારતા હોવાનો વિડિયો બનાવી વાયરલ કરતા પોલીસે કાર્યવાહી શરુ કરી

ભરૂચ,
એક રાજ્યમાં સ્થપાયેલા હોય એટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જીલ્લામાં સ્થપાયેલા છે અને ઉદ્યોગોમાં કર્મચારીઓને લઈ જવા માટે ખાનગી બસોનો ઉપયોગ થતો હોય છે.આવી જ એક કંપનીના કર્મચારીઓએ બસ ડ્રાઈવરને જમીન ઉપર પછાડીને માર મારી રહ્યા હોવાનો વિડીયો બનાવી વાયરલ કરતા અને ડ્રાઈવરને ઈજા થતા ભરૂચ સિવિલ હોસ્પીટલ માં ખસેડતા પોલીસે ઈજાગ્રસ્ત નું નિવેદન નોંધી ગુનો દાખલ કરવાની કવહાય કરી છે.
ભરૂચના દહેજની એસઆરએફ કંપનીમાં કામ કરતા એમ્પ્લોયઝ કંપનીથી સેકન્ડ શિપ માંથી પરત લાવતી વેળાએ રાવ ટ્રાવેલ્સની બસ નંબર જીજે ૩૮ એ ૦૮૫૦ ની ડીઝલ પાઈપ લીકેજ થતા બસ ચલાવનાર ડ્રાઈવર મોડાસર મહંમદ અમીન મલિકએ ટ્રાવેલ્સના સુપરવાઈઝરને ડીઝલ પાઈપ લીકેજ હોવાની જાણકારી આપી બસ માંથી રસ્તા પર ડીઝલના ન ઢોળાય તે માટે ડ્રાઈવરે પોતાની યુક્તિ પ્રમાણે ડીઝલ પાઈપ પર કપડાનું ચીતરું મારીને ભરૂચના મધુરમ પાર્ટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કર્યા બાદ ડીઝલ પાઈપની ખામીને રીપેર કરી રહ્યો હતો તે સમયે પાઈપ માંથી ડીઝલ જમીન પર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઇવરે નીચે ડોલ મૂકી હતી.તેજ સમએ રાવ ટ્રાવેલ્સના સુપરવાઈઝર દુષ્યંત,કિરણ અને યુસુફ નામના આવી તું ડીઝલની ચોરી કરે છે તેમ આક્ષેપ કરી બસ ડ્રાઈવર મોડાસર મહંમદ અમીન મલેકને લાતોથી અને હાથથી ઢીક્કા પાટુનો ઢોર માર માર્યો હતો.આ માર મારતી વખતે સુપરવાઈઝરો દ્વારા તેમના સાથી યુસુફ નામના વ્યક્તિ પાસે માર મારવાનો વિડીયો પણ બનાવડાવ્યો હતો.સુપરવાઈઝરોએ ડ્રાઈવર સાથે મારામારી કર્યા બાદ અધમુવી હાલતમાં ડ્રાઇવરને મૂકી ત્રણે જણ સ્થળ પરથી ફરાર થઈ જવા પામ્યા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે મોબાઈલ કરી પોતાના મિત્રને જાણ કરતા મિત્રએ તાત્કાલિક ૧૦૮ ને ફોન કરી ઈજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ ૭૦ થી ૮૦ રાવ ટ્રાવેલ્સમાં કામ કરતા ડ્રાઈવરોએ પોતાની બસો પાર્કિંગમાં જ મૂકીને રજા પાડી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નોકરી પર નહીં જઈએ તેવી ચિમકી ઉચ્ચારી હતી.આ સમગ્ર ઘટના બાબતે સી ડિવિઝન પોલીસે મારામારીનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!