google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratશું એક દિવસની તાલીમથી ભરૂચ જીલ્લાના શહેરોને કચરા મુક્ત બનાવી શકાય?

શું એક દિવસની તાલીમથી ભરૂચ જીલ્લાના શહેરોને કચરા મુક્ત બનાવી શકાય?

- ભરૂચ અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલની અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનને વધુ અસરકારક બનાવવા એક દિવસીય જિલ્લાકક્ષાની તાલીમ યોજાઈ - સફાઈ કરતા મશનરી અને કર્મીઓ ઉપર મોનીટરીંગ કરવામાં આવે તો સફાઈ થઈ શકે : પાલિકાએ પણ કડક વલણ અપનાવી જાહેરમાં કચરો નાંખતા લોકો સામે કાર્યવાહી કરવાની જરૂર

ભરૂચ,
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે. જેની સફળતાને અધારે ભારત સરકારે વર્ષ ૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને “કચરા મુક્ત શહેરો”(GFCs) બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ લોન્ચ કર્યું છે.સ્વચ્છ ભારત મિશન – અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત ૨.૦ ને વધુ અસરકારક રીતે અમલમાં મુકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ – ૨૦૨૪ની જોગવાઈના આયોજન/અમલીકરણ અને અસરકારક કામગીરી બાબતને સફળ પ્રયાસના ભાગરૂપે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની આયોજન ભવન ખાતે એક દિવસીય તાલીમ યોજાઈ હતી.
તાલીમમાં અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને SEPT યુનિવર્સીટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ આર.સી.એમ. રિઝનલ કમિશનના અધિકારીઓ દ્વારા જિલ્લાની ચારેય નગરપાલિકા, તમામ પ્રાંત,તમામ તાલુકાના મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાત ૨.૦ની ગાઈડલાઈન,સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ, વેસ્ટ મેનેજમેન્ટ, આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદ ભવિષ્યમાં આપવામાં આવતા ફન્ડની પોસિબિલીટીઓ, આવનારા વર્ષમાં સ્વચ્છતા અંગે થનારી કામગીરીનું પ્લાનિંગ, નગરપાલિકાઓનો હાલનો પ્રોગ્રેસ અને સ્ટેટસ, આવનારા સમયમાં નગરપાલિકાઓને ODF+, ODF++, GFC, Water+ સર્ટિફિકેશન ટાર્ગેટ, રિપોર્ટિંગ મેકેનિઝમ, સોલિડ અને લિક્વીડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્વચ્છતા કર્મચારીઓ માટે પીપીઈ કીટ સહિત સેફ્ટીના સાધનો, નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારના ૧૦ કીમી વિસ્તારના ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા અને તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગેને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં તમામ પ્રાંત ઓફીસર,કાર્યપાલક ઈજનેર,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા શિક્ષણાધિકારી,તમામ તાલુકાના મામલતદારો,તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગ જોવા મળે છે.તંત્ર દ્વારા માત્ર સેમિનાર અને તાલીમ આપી કામગીરીનો સંતોષ માનવામાં આવે છે.પરંતુ ખરેખર કામગીરી થાય છે કે નહિ તેનું મોનીટરીંગ કરવામાં આવે તો કદાચ મહદંશે ભરૂચ જીલ્લામાં સફાઈ જોવા મળી શકે છે.નગરપાલિકાના સફાઈ કર્મીઓ અને મશીનરી સાફ સફાઈ કરી કચરો ત્યાંજ મૂકીને જતા રહેતા હોવાના કારણે ગંદકી થતી હોય છે.ત્યારે તંત્ર દ્વારા સફાઈ દરમ્યાન મોનીટરીંગ કરવામાં આવે અને પાલિકા પણ કડક વલણ અપનાવી જાહેરમાં કચરો નાંખતા લોકો સામે કાર્યવાહી કરે તો ભરૂચ જીલ્લાને ગંદકીથી મુક્ત કરી આપેલી તાલીમ સફળ કહી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!