google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeવિલાયતની જ્યુબિલિયન્ટ કંપનીમાં શ્રમિકો ભરી જતો ટેમ્પો પલ્ટી મારવાના બનાવમાં દોષનો ટોપલો...

વિલાયતની જ્યુબિલિયન્ટ કંપનીમાં શ્રમિકો ભરી જતો ટેમ્પો પલ્ટી મારવાના બનાવમાં દોષનો ટોપલો ડ્રાઈવર ઉપર

- ૨ શ્રમિકોના મોત અને ૧૦ થી વધુ ઈજાગ્રસ્ત થતાં પોલીસે ડ્રાઈવર વિરુધ્ધ માનવ વધનો ગુનો દાખલ કર્યો : કોન્ટ્રાકટર કે કંપની સત્તાધીશો સામે કોઈ કાર્યવાહી નહિ? - જ્યુબિલિયન્ટ કંપનીના શ્રમિકો ભરેલો ટેમ્પો અગાઉ પણ પલ્ટી મારી ગયો હતો ત્યારે પોલીસે ભીનું સંકેલતા પુનઃ ઘટના ઘટી - ઘેટાં બકરાની જેમ ખીચોખીચ શ્રમિકો ભરી વહન કરાતા વાહનો સામે પોલીસ કે આરટીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહિ - બે કામદારોના મોત બાદ પણ કામદાર કામદાર સંગઠન કેમ ન આવ્યું આગળ જેવા અનેક સવાલો : ભરૂચનું લેબર વિભાગ પણ કુંભકર્ણની નિંદ્રામાં?

ભરૂચ,
ભરૂચ જીલ્લો ઉદ્યોગોની દ્રષ્ટિએ હરણફાર બન્યો છે.ત્યારે ભરૂચ જીલ્લામાં વિવિધ જીઆઈડીસી આવેલી છે.જેમાં વિવિધ કંપનીઓમાં હજારો શ્રમિકો કામ કરી રહ્યા છે.ત્યારે આ શ્રમિકોને કંપની ખાતે જવા આવવા મોટા પાયે ટ્રાસન્પોટ્રેશન ચાલતું હોય છે.જેમાં વિવિધ એજન્સીઓ દ્વારા શ્રમિકોને જવા આવવા કંપનીઓમાં વાહનો ચલાવી રહ્યા છે.ત્યારે કોન્ટ્રાકટરો પોતાના ફાયદા માટે શ્રમિકોના જીવનું જોખમ ખેડી ખુલ્લા ટેમ્પાઓમાં તથા ઈકો ગાડીમાં ઘેટાં બકરાની જેમ ખીચોખીચ ટ્રાફિકોના નિયમોને નેવે મૂકી લઈ જવાતા હોય અને ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો અને કોન્ટ્રાકટરોને છાવરતા હોય છે.ત્યારે જ્યુબિલિયન્ટ કંપનીના શ્રમિકોનો ટેમ્પો પલ્ટી જતા બે નિર્દોષ શ્રમિકોના મોત બાદ સમગ્ર દોષનો ટોપલો ટેમ્પા ડ્રાઈવર ઉપર નાંખી માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પરંતુ કોન્ટ્રાકટર અને કંપની સત્તધીશોને છાવરવામાં આવતા હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડયું છે.તો બીજી તરફ ભરૂચનું લેબર વિભાગ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેલ લાગી રહ્યું છે.
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલિયન્ટ કંપનીમાં શ્રમિકોને જોખમી રીતે ઘેટાં બકરાની જેમ ટેમ્પામાં ખીચો ખીચ લઈ જવાતા હોવાના વારંવારના વિડીયો વાયરલ થયા બાદ પણ પોલીસ અને આરટીઓ કચેરી મૌન સેવી બેઠી હોય જેના કારણે વારંવાર શ્રમિકો ભરેલા ટેમ્પા પલ્ટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે જ્યુબિલિયન્ટ કંપનીમાં લઈ જવાતા શ્રમિકો ભરેલો ટેમ્પો પલ્ટી મારી જતા બે કામદારો અને ૧૦ થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના બની હતી.જેના કારણે પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ મોટર વ્હીકલ અધિનિયમ અને માનવ વધ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
જોકે અકસ્માત થયા બાદ ડ્રાઈવરે જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરને કહ્યું હતું કે સાહેબ ટેમ્પાની બ્રેક ફેલ છે તો કોન્ટ્રાકટરે કહ્યું ઓઈલ લગાવી દે થઈ જશે અને બ્રેક ફેલ વગરના ટેમ્પોમાં શ્રમિકોને જોખમી રીતે ટેમ્પો ચાલાક લઈને નીકળતા અને ટેમ્પાની બ્રેક ન લાગતા ટેમ્પો ચાલકે ઝાડ સાથે અથાડી દેતા વાતાવરણ શ્રમિકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠયું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ પ્રકરણમાં બે શ્રમિકોના મોત થયા હોવા છતાં પોલીસે માત્ર ટેમ્પા ચાલક સામે મોટર વ્હીકલ અધિનિયમ અને માનવ વધ મુજબ ગુનો દાખલ કરી ડ્રાઈવર ઉપર દોષનો ટોપલો નાંખી સંતોષ માનતા લોકોમાં ફિટકારની લાગણી વર્ષી રહી છે.ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થતા સમગ્ર મામલો માનવ અધિકાર પંચમાં પહોંચે તેવી શક્યતા છે.જ્યુબિલિયન્ટ કંપનીના શ્રમિકોને વારંવાર જોખમી રીતે લઈ જવાતા હોય અને આ વાતથી કંપની સત્તધીશો અજાણ ન હોય તેમજ કોન્ટ્રાકટર ને જાણ હતી કે ટેમ્પાની બ્રેક નથી અને ચાલકને ટેમ્પો ચલાવવા મજબુર કર્યો હોય જેના પગલે કંપની સત્તાધીશો અને કોન્ટ્રાકટર સામે માનવ વધનો ગુનો બનતો હોવા છતાં પોલીસે માત્ર ટેમ્પા ચાલાક સામે ગુનો નોંધી સંતોષ માન્યો હોય તેવો આક્ષેપ કરવામાં આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!