ભરૂચ,
ભરૂચ જિલ્લામાં 15 દિવસ અગાઉ દેવદર્શન સોસાયટીના આઠમા માળેથી રીક્ષા ચાલકે પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી મોતની છલાંગ લગાવી આપઘાત પ્રકરણમાં પોલીસની કામગીરી સામે મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ સાથે મૃતકના પરિવાર પોલીસ ફરિયાદ માટે એસપી અને આઈજીને લેખિતમાં ફરિયાદ આપી છે અને હજુ ન્યાય નહિ મળે તો નામદાર હાઇકોર્ટ સુધી પહોંચવાની પણ તૈયારી મૃતકના પરિવારએ બતાવી છે.
ગત તારીખ 22/11/2023ના રોજ ભરુનના શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી મોદી પાર્ક નજીકના દેવ દર્શન સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ રમણલાલ ચૌહાણએ તેણીની પત્નીએ મૃતકનું ઘર પચાવી પાડવાના ભાગરૂપે પતિને માનસિક ત્રાસ આપ્યો હોય તેવા આક્ષેપ સાથે એક વિડીયો બનાવી સોસાયટીના એપાર્ટમેન્ટના આઠમા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધુ હતું સમગ્ર પ્રકરણમાં પોલીસે ફરિયાદ દાખલ કરવાના બદલે એડી દાખલ કરી કાર્યવાહી કરી હોવાનું આશ્વાસન મૃતકના પરિવારને આપ્યું હતું જેના કારણે મૃતકના પરિવારે પણ પોલીસ ઉપર વિશ્વાસ રાખી પોતાના ભાઈના મોતના શોકમાં હોવાના કારણે તેઓ સંપૂર્ણ વિધિ પત્યા બાદ 15 દિવસે સમગ્ર ઘટનામાં શું થયું છે તેવી તપાસ કરતાં પોલીસે સમગ્ર ઘટનામાં ભૂંડી ભૂમિકા ભજવી સમગ્ર મામલાને રફેદફે કરવાના પ્રયાસ કર્યા હોવાનું ફલિત થતા આખરે મૃતકને ન્યાય અપાવવા માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા મૃતકનો ભાઈ વિજય ચૌહાણ મેદાનમાં ઉતાર્યો છે.
વિજય ચૌહાણએ તાજેતરમાં આપેલી ફરિયાદમાં ગંભીર આક્ષેપ પોલીસ ઉપર કર્યા છે પોલીસે ફરિયાદ દાખલ થઈ જશે તેવું આશ્વાસન જે તે સમયે આપ્યું હતું પરંતુ કોઈ રાજકીય દબાણમાં પોલીસે શંકાસ્પદ ભૂમિકા ભજવી છે.જેના પગલે પોતાના મૃતક ભાઈએ વીડિયોમાં ન્યાયની આશાઓ વ્યક્ત કરી હોય તેને ધ્યાને રાખી તેને આપઘાત કરવાની દુષપ્રેરણા આપનાર તેની પત્ની અને સાસુ સસરાની સામે કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી તેઓએ સમગ્ર મૃતકનો અંતિમ વિડીયો જે બનાવ્યો હતો તેની કેસટ અને તમામ પુરાવા સાથે એ ડિવિઝન અને એસપીને લેખિતમાં રજૂઆત કરી છે હજુ પણ જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો મૃતકનો ભાઈ વિજય ચૌહાણ તેના મરણ ગયેલા ભાઈને ન્યાય અપાવવા માટે નામદાર હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચવાની પણ ચીમકી સાથેની ફરિયાદ આપી દીધી છે.
– પરિણીતા સાસરીમાં આપઘાત કરે તો સાસરિયાંઓ સામે દૂષપ્રેરણા તો મારા ભાઈમાં કેમ નહીં : મૃતકનો ભાઈ વિજય ચૌહાણ
લગ્ન બાદ કોઈપણ દીકરી એટલે કે પરિણીતા પોતાની સાસરીમાં આપઘાત કરી લે તો પિયરીયાઓ તેના સાસરિયાંઓ સામે દુષપ્રેરણાનો ગુનો દાખલ કરાવતા હોય છે અને પોલીસ દાખલ કરતી પણ હોય છે આવો જ એક કિસ્સો મારા ભાઈ માં બન્યો છે જેમાં મારા ભાઈએ તેની પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી આપઘાત કર્યો હોય જે અંગેનો અંતિમ વિડીયો પણ હોય છતાંય પોલીસે સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસ કર્યા હોય તે ગંભીર બાબત કહેવાય અને પોલીસની પણ ફરજમાં બેદરકારી હોય તેવું સ્પષ્ટ ફલિત થયું છે અને જ્યાં સુધી પોલીસ ફરિયાદ દાખલ નહીં કરે ત્યાં સુધી અમારી લડત પણ ચાલુ રહેશે તેમ મૃતકના ભાઈ જણાવ્યું હતું.
– પોલીસની ફરજમાં બેદરકારી હોય તો ડીએસપી અને આઈજી સાહેબ પણ શિક્ષાત્મક પગલાં લઈ શકે : મૃતકનો ભાઈ
સામાન્ય રીતે પોલીસ ફરિયાદ ફરિયાદીની દાખલ ન કરે અને ફરજમાં બેદરકારી હોય તો સામાન્ય રીતે જિલ્લાના વડા તરીકે ડીએસપી અથવા તો તેમના ઉપરી અધિકારી તરીકે આઈજી રેન્જ સાહેબ પણ આવા ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરી શકે છે પરંતુ જો અમોને ન્યાય નહીં મળે તો અમારે ના છૂટકે મારા ભાઈને ન્યાય અપાવવા માટે કોર્ટના દ્વાર પર ખખડાવતા ખચકાઈશું નહીં.
– પોલીસ ફરિયાદ દાખલ ન કરે તો 156 (3) મુજબ કોર્ટમાં ફરિયાદ કરી શકાય છે
જ્યારે કોઈ સાથે અન્યાય થયો હોય અને ફરિયાદી ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચે અને ફરિયાદ કરવા તૈયાર હોય છતાંય પોલીસ ફરિયાદ દાખલ ન કરે તો તે ફરિયાદી 156 (3) મુજબ કોર્ટમાં રાવ નાખી શકે છે અને પુરાવાને ધ્યાને લઈ પોલીસે ફરિયાદ કેમ દાખલ નથી કરી તેનું વિશ્લેષણ કરી કાર્યવાહી કરી શકે છે 156 (3) મુજબ પણ કોર્ટમાં રાવ નાખી શકાય છે અને જરૂર પડે અને પોલીસ દાખલ નહીં કરે તો કોર્ટમાં પણ 156 (3) મુજબ અમો ફરિયાદ દાખલના છે તેમ મૃતકના ભાઈ વિજય ચૌહાણએ કહ્યું છે.
– નામદાર કોર્ટમાં જવા માટે મૃતકના ભાઈએ સમગ્ર કેસમાં કરેલી પોલીસની કામગીરી અંગે આરટીઆઇ માહિતી પણ માંગી
મૃતકના ભાઈના આપઘાત પ્રકરણમાં પોલીસે શું કાર્યવાહી કરી છે તે અંગેનો પણ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી જેના કારણે મૃતકના ભાઈએ પણ સમગ્ર ઘટનામાં નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવા માટે આર.ટી.આઈ એક્ટ હેઠળ પણ એડ વિઝન પોલીસ મથકમાં અરજી કરી છે અને માહિતી મેળવવાની કવાયત પણ કરી છે.