google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratભરૂચમાં મંદિરને ફૂંકી મારવાના પ્રયાસ મામલે ૬  દિવસે પણ હજુ આરોપીના કોઈ...

ભરૂચમાં મંદિરને ફૂંકી મારવાના પ્રયાસ મામલે ૬  દિવસે પણ હજુ આરોપીના કોઈ સગડ નહિ

ભરૂચ, 

ગત શુક્રવારે વહેલી સવારે જૂના ભરૂચમાં આવેલ નવ ચોકી ઓવારે અસામાજીક તત્ત્વો દ્વારા મંદિરના દરવાજાને જ્વલનશીલ પ્રવાહી નાખી આગ લગાડી મંદિરને ફૂંકી મારવાનો પ્રયાસ કરાયો હોવાના પ્રકરણમાં ૬ દિવસ બાદ પણ હજુ પોલીસ શકમંદોને તપાસી રહી છે તો બીજી તરફ લોકોમાં ગણગણાટ ઉભો થયો છે શું આ ભેદ ઉકેલાશે ખરો? જેને લઈ આ તપાસ પોલીસ માટે પણ ચેલેન્જ રૂપ બની રહી છે.

અજમેર બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલા ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી જામીન ઉપર છે અને તેઓએ નવ ચોકી ઓવારા મંદિરનું સંચાલન આપવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે.પરંતુ જ્યારથી મંદિરનું સંચાલન લીધું ત્યારથી જ આ મંદિર સતત વિવાદમાં આવી રહ્યું છે.ત્યારે ગત શુક્રવારના રોજ વહેલી સવારે કોઈ અસામાજીક તત્ત્વ દ્વારા બિન્દાસ મંદિરના દરવાજાને કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખી ફુકી મારવાનો પ્રયાસ કરાયો હોવાનો સીસીટીવી સામે આવ્યો હતો અને સીસીટીવીમાં કેદ અસામાજીક તત્ત્વએ કોઈ એક ધર્મનો જ વેશ ધારણ કર્યો હોય તેવી વાતને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું તો બીજી તરફ ચૂંટણીને લઈને પણ વાતાવરણ દોહરાવાના પ્રયાસ થયા હોય તેઓ ગણગણાટ વચ્ચે અજમેર બોમ્બ બ્લાસ્ટના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીને તેઓના જીવનો ભય હોય જેને કારણે અનેકવાર તેઓની ઉપર જીવ લેવાનો પ્રયાસ થયો હોય તેવી બૂમો ઉઠી હતી.ત્યારે તાજેતરમાં જે પ્રકારે ઘટના ઘટી છે જે ઘટનાના છ દિવસમાં ભરૂચ પોલીસે શકમંદ ૧૦ થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.પરંતુ હજુ સુધી અસામાજીક તત્ત્વોનું પગેરું મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી છે જેના પગલે આ ગુનો પોલીસ ઉકેલે છે કે કેમ તેવો પણ ગણગણાટ લોકોમાં ઉભા થઈ ગયા છે.

લોકોમાં એક પ્રશ્ન એવો પણ ચર્ચાનો બન્યો છે કે મંદિરનું સંચાલન લેનાર અજમેર બોમ્બ બ્લાસ્ટના ભાવેશ પટેલ ઉર્ફે મુકતાનંદ સ્વામીનો ભૂતકાળ પણ તપાસવામાં આવે અને ભૂતકાળમાં ફરજ નિભાવી ચૂકેલા ઉચ્ચકક્ષાના અધિકારીઓ પાસેથી પણ અભિપ્રાય મેળવવામાં આવે તો સમગ્ર પ્રકરણમાં નવો વળાંક પણ આવી શકે તેમ છે.તો બીજી તરફ ભાવેશ પટેલ ઉર્ફે મુકતાનંદ સ્વામીના જામીન રદ્દ કરાવવાની પ્રોસેસ પણ નામદાર કોર્ટમાં ચાલી રહી હોય તેવી માહિતી પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના જૂની વાડી વિસ્તારમાં એક મકાનમાં એક યુવકને જીવતો સળગાવી દેવાના પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલ નાખ્યો હતો અને આરોપીને જામનગર થી ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આવો જ મંદિરને ફૂંકી મારવાનો પ્રયાસ એક અસામાજીક તત્ત્વ દ્વારા કરાયો હોય અને તે આરોપીને પકડવા માટે ૧૦ થી વધુ શકમંદોની પૂછપરછ બાદ પણ છ દિવસે ભેદ ન ઉકેલાય જેને લઈ લોકોમાં પણ પ્રશ્ન ઉભો થયો છે કે મંદિર ફુકી મારવાનો ભેદ ઉકેલાશે કે પછી અજમેર બોમ્બ બ્લાસ્ટના જામીન ઉપર રહેલા આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુકતાનંદ સ્વામીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે તે પણ એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

સમગ્ર પ્રકરણમાં જે પ્રકારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે તેના ઉપરથી ફલિત થાય છે કે જે અસામાજીક તત્ત્વ સળગાવવા આવ્યો છે તે કોઈ બીજાને નહીં પરંતુ ભયનો માહોલ ઉભો કરવા દરવાજો સળગાવ્યો છે.પરંતુ અજમેર બોમ્બ બ્લાસ્ટના જામીન ઉપર રહેલા ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીના ભૂતકાળના પાસા તપાસવામાં આવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે પરંતુ આ એક કહાની તરીકે રહી જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેમ હિંદુ સંગઠનના સેજલ દેસાઈએ કહ્યું છે.

ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીના જીવનું જોખમ હોવાનું રજૂ કરી કલેક્ટરને આવેદનપત્ર આપનાર હિન્દુ સંગઠનના અજય મિશ્રાએ વિવાદિત નિવેદન આપ્યું હતું જેમાં તેણે કહ્યું છે કે મંદિર ઉપર હુમલો કરનાર વિધર્મી છે જ્યારે આરોપી હાજર જ ન હોય અને પોલીસની પકડથી પણ દૂર હોય તો વાતાવરણ ડોહળાવા માટે ખોટું નિવેદન અજય મિશ્રા તરફથી મીડિયા સમક્ષ અપાયું હોય તો તે ગંભીર બાબત કહેવાય અને તાત્કાલિક મઠ ઉપર પોલીસ ચોકી ઉભી કરવાની પણ તેઓએ માંગ કરી છે.ત્યારે પોલીસે ખરેખર આ ભેદ ઉકેલીને સાચા આરોપીને ઝડપી પાડવો પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પછી તે કોઈપણ ધર્મનો હોય ભરૂચ પોલીસ આમ તો બહાદુર છે અને આરોપીને વહેલી ટકે ઝડપી પાડશે તેઓ પણ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!