google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratઝઘડિયા જીઆઈડીસીની દેવ સેલ્યુલોઝ કંપનીમાં સીસીટીવી કેમેરા નહિ લગાડાતા પોલીસ દ્વારા ગુનો...

ઝઘડિયા જીઆઈડીસીની દેવ સેલ્યુલોઝ કંપનીમાં સીસીટીવી કેમેરા નહિ લગાડાતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો

- જીઆઈડીસીની દેવ સેલ્યુલોઝ કંપનીમાં પોલીસ તપાસ દરમ્યાન કેમેરા લગાડેલ નહિ હોવાનું બહાર આવ્યું હતું

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ દેવ સેલ્યુલોઝ નામની કંપનીમાં સીસી ટીવી કેમેરા નહિ લગાડેલ હોઈ પોલીસ દ્વારા સદર કંપનીના સંચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જીલ્લાના વિસ્તારમાં આવેલ હોટલ,ગેસ્ટ હાઉસ,બેંકિંગ સંસ્થાઓ,ઔદ્યોગિક એકમો ઉપરાંત અન્ય ધંધાકીય પેઢીઓ દુકાનો સહિત કોમર્શિયલ સેન્ટરો સહિત વિવિધ જરૂરી સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવા સુચના આપવામાં આવેલ હોઈ તે મુજબ આવા સ્થળોએ આવતી વ્યક્તિઓનું વિડીઓ રેકોર્ડિંગ થઈ શકે તેવી રીતે સીસીટીવી કેમેરા લગાડવાના હોય છે.તે મુજબ ઔદ્યોગિક એકમો દ્વારા પણ આ નિયમનું પાલન કરવાનું હોય છે.આ દરમ્યાન ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા ઝઘડિયા જીઆઈડીસીના વિવિધ ઔદ્યોગિક એકમોમાં સીસીટીવી કેમેરા સંદર્ભે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમ્યાન જીઆઈડીસીમાં આવેલ દેવ સેલ્યુલોઝ નામની કંપનીમાં સીસીટીવી કેમેરા લગાડેલ નહિ હોવાનું જણાયું હતું.જેથી પોલીસે કંપનીમાં હાજર મળેલ કંપની સંચાલક દિલિપભાઈ ભીખાભાઈ પટેલ રહે.અંકલેશ્વર,રવિ નિકેનત સોસાયટીના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની ઘણી કંપનીઓના સંચાલકો દ્વારા જરૂરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વ્યાપક લોકબુમ ઉઠવા પામી છે.જીઆઈડીસીની ઘણી કંપનીઓમાં અવારનવાર થતી બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓમાં કામદારોની મહામૂલી જીંદગીઓ પણ નંદવાતી હોય છે.છતાં કેટલાક કંપની સંચાલકો દ્વારા કંપની સંકુલમાં પતરાની કેબિનો જેવા આવાસો ઉભા કરીને જોખમી રીતે કામદારોને રાખવામાં આવતા હોવાનું પણ જગજાહેર છે.ત્યારે આવા કંપની સંચાલકો પર પણ કડક કારવાઇ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!