(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલામાં વીજ ચોરીના કિસ્સાઓ વધ્યા છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના કિસ્સાઓ વધુ પકડાયા છે.જેની સામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ લાલ આંખ કરીને વીજચોરો સામે સપાટો બોલાવ્યો છે.જેમાં રાજપીપલા ડિવિઝનના ચેકીંગ દરમ્યાન છેલ્લા ૯ માસમાં ૩૪૦ વીજચોરીના કિસ્સાઓ ઝડપાયા છે.તેની સામે કુલ રૂપિયા ૪૦ લાખનો દંડ ફટકાર્યો છે.જેને કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાતા દંડની રકમ ભરપાઈ કરવા વીજ ચોરોની દોડધામ વધી જ્વા પામી છે.
આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની રાજપીપલા ના કાર્યપાલક ઈજનેર એચ ટી પ્રજાપતિએ જણાવ્યું હતું કે વીજચોરીના કિસ્સાઓ નાથવા માટે અમે સમયાંતરે ચેકીંગ કરતા હોઈ છીએ જેમાં છેલ્લા ૯ મહિનામાં રાજપીપલા ડીવીઝન કચેરી દ્વારા વિવિધ સબ ડીવીઝનોમાં વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં અત્યાર સુધીમાં ૩૪૦ જેટલાં વીજ ચોરીના કેસ પકડવામાં આવ્યા છે.જેમને વીજચોરીનું બીલ પકડાવેલું છે તે એસેસમેન્ટ ની રકમ ૪૦ લાખ જેટલી થાય છે.વીજ ચોરી કેવા પ્રકારની લોકો કરતા હોય છે.એ બાબતે કાર્યપાલક ઈજનરે પ્રજાપતિએ જણાવ્યું હતું કે માટે ભાગે વીજ ચોરો સર્વિસ વાયર સાથે ચેડાં કરતા હોય છે.વીજ ચોરો સર્વિસ વાયર સાથે એવી રીતે ચેડાં કરે કે જેથી કરીને વીજ મીટરમાં જે વીજ વપરાશ રીડિંગ નોંધાવો જોઈએ તે નોંધાતો નથી.ઘણી વાર વીજ મીટર સાથે પણ ચેડાં થતાં હોય છે.ખાસ કરીને ગામડામાં અમુક લોકો ડાયરેક્ટ લાઈન પર લંગરીયા નાખીને વીજ વપરાશ કરતા હોય છે.આવા કેસો વીજ ચોરી દરમ્યાન ધ્યાનમાં આવ્યા છે.આવા લોકોને વીજચોરીનું બીલ આપીને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.તેમણે આમ જનતાને વિંનતી કરતા જણાવ્યું હતું કે વીજ ચોરી કરવી એ ગુનો છે.જેટલું પણ લાઈટ બીલ આવે ભરવાની વૃત્તિ રાખવી જોઈએ.મફતનું લેવાની વૃત્તિ રાખવી ન જોઈએ.આપણા થી જેટલો વીજ વપરાશ કરવાની કેપેસીટી હોય એટલો જ વીજ વપરાશ કરાવો જોઈએ.એ ઉપરાંત તમે ઉર્જા બચત પણ કરી શકો, જરૂર ના હોય ત્યારે લાઈટ બંધ રાખી શકો.કોઈપણ રીત ચોરીનો કેસ પકડાય તો નિયમ પ્રમાણે ૧૩૫ માં એક વખત કમ્પાઉન્ડિંગ એમાઉન્ટ ભરીને એમાંથી છૂટવાની તક મળે છે.પણ જો એ જ ગ્રાહક બીજી વખત પકડાય તો તેની સામે કાયદેસરની ક્રિમિનલ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.તેમાં જેલની સજાની પણ જોગવાઈ છે.