google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Crime ભરૂચની વસંત મીલની ચાલમાં યુવકને જીવતો સળગાવવાનો મામલે સીસીટીવી આવ્યા સામે

ભરૂચની વસંત મીલની ચાલમાં યુવકને જીવતો સળગાવવાનો મામલે સીસીટીવી આવ્યા સામે

- યુવક ઘરનો દરવાજો ખોલતા જ અજાણ્યા બુકાનીઘારી ઈસમે હાથમાં રહેલ પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ જવલનશીલ પ્રવાહી મારી સળગાવી રફફુચક્કર થતા સીસીટીવી આવ્યા સામે - જાહેરમાર્ગ ઉપરથી થેલીમાં જવલનશીલ પ્રવાહી સાથે ખુલ્લા મોઢે અને યુવકના ઘરે પહોંચ્યો ત્યારે બુકાની હોવાનો સીસીટીવી - ઘટનાના ચાર દિવસ બાદ પણ અજાણ્યા ઈસમને પકડવામાં પોલીસ નિષ્ફળ

0
148

ભરૂચ,
ભરૂચ શહેરમાં સમોવારના રોજ ભર બપોરે વસંત મીલની ચાલ વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખોલતા જ અજાણ્યા વ્યકિતએ દરવાજો ખોલનાર યુવક ઉપર પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ જવલનશીલ પ્રવાહી નાંખી યુવકને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરી રફુચક્કર થયો હતો.ગંભીર રીતે દાઝેલા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો અને હાલ સારવાર હેઠળ છે.પરંતુ ઘટનાના ચાર દિવસ બાદ પણ હજુ અજાણ્યો ઈસમ પોલીસની પકડમાં આવ્યો નથી જેને લઈ પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના વસંત મીલની ચાલ વિસ્તારમાં ગત ૧૮ માર્ચના રોજ ફરિયાદી કિશન વસાવા પોતાના ઘરમાં બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ઘરમાં હતો.તે દરમ્યાન એક અજાણ્યો ઈસમ તેના ઘરે આવી દરવાજો ખખડાવ્યો હતો અને ફરિયાદી કિશન વસાવાએ દરવાજો ખોલી કિશન વસાવા કંઈક બોલે તે પહેલાજ મોઢા ઉપર રૂમાલ બાંધેલ બુકાનીધારી અજાણ્યા ઈસમે કિશનના શરીર ઉપર જવલનશીલ પ્રવાહી ભરેલ થેલી મારી તેને સળગાવી અજાણ્યો બુકાનીધારી ભાગી રહ્યો હોય તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જેમાં કિશન વસાવાને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરનાર બુકાનીધારી શહેરના અન્ય વિસ્તાર માંથી ખુલ્લા મોઢે પસાર થતો સીસીટીવીમાં કેદ થયો છે.જેમાં તે ખુલ્લા મોઢે હોય અને તેના હાથમાં આજ થેલી પ્રવાહીની હોય જેમાં તેને પૂર્વ આયોજિત કાવતરું રચીને આવ્યો હોય અને પેટ્રોલ અને કેરોસીન ભેરસેળ કર્યું હોય અને કિશન વસાવાને મારી નાંખવાના ઈરાદે આવ્યો હોય તેમ માનવામાં આવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યાના ચાર દિવસ બાદ પણ અજાણ્યો ઈસમ હજુ પોલીસ પકડથી દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ કિશન વસાવાને જીવતો સળગાવી દેવાના પ્રયાસમાં તે ગંભીર રીતે દાઝી ગયો છે અને હાલ તે સારવાર હેઠળ છે અને તેની સારવારનો ખર્ચ અંદાજિત ૧૨ લાખ ઉપરાંત થાય તેમ છે.પરંતુ તેનો પરિવાર સારવારનો ખર્ચ કરી શકે તેમ સક્ષમ નથી જેના કારણે કેટલાક રાજકીય નેતાઓને ફોન કરી મદદની આશાઓ વ્યકત કરાઈ રહી છે.પરંતુ રાજકારણીઓના પણ જવાબ ખરાબ મળતા હોય તેવા ઓડિયો પણ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયા છે.જેથી રાજકારણીઓમાં માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કિશન વસાવા ને જીવતો સળગાવી દેવાના પ્રકરણમાં આરોપી રિક્ષામાં બેસીને આવ્યો હોય અને ભરતી ટોકીઝ આલી કાછીયા વાડ પાસે ઉતરીને કિશન વસાવાના ઘટ તરફ જઈ રહ્યો હોય તેવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.જેના પગલે હુમલાખોર અજાણ્યો ઈસમ ભરૂચનો કે અન્ય જીલ્લાનો છે?તેને કિશન વસાવા સાથે શું દુશ્માનવત હોય? તેવા અનેક સવાલો પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!