અંકલેશ્વર,
હિન્દૂ – મુસ્લિમ બિરાદરોનું આસ્થાનું પ્રતીક અને કોમી એકતાના પ્રતીકસમા એવા અંકલેશ્વરના હલીમશાહ ભંડારીના ઉર્ષ નિમિત્તે દરઞાહ ખાતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં તેઓના ચાહવા વાળા ઉમટી પડયા હતા.
સુપ્રસિધ્ધ એવા કોમી એકતાના પ્રતીકસમા હઝરત હલીમશાહ ભંડારીની દરગાહ ખાતે સંદલ શરીફની શ્રધ્ધાભરે ઉજવણી કરવામાં આવી હતી.હિન્દૂ – મુસ્લિમ બિરાદરોના આસ્થાનું પ્રતિક એવા દરગાહ શરીફ ખાતે રાત્રે ઈશાની નમાજ બાદ કુઑન ખવાની બાદ દરગાહ શરીફના સજાદાનશીન સૈયદ મનસુર અલી દ્વારા દરગાહ ખાતે પ્રથમ સંદલ પેશ કર્યું હતું.ત્યાર બાદ અંકલેશ્વરના તમામ સાદાતે ઈકરામ દ્વારા સંદલ પેશ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ વિવિધ વિસ્તારો માંથી આવેલ સંદલ પેશ કરવામાં આવ્યા હતા.તમામ હાજર જનોએ સંદલ શરીફ પેશ કરી ધન્યતા અનુભવી હતી.
સંદલ શરીફની પેશઞી બાદ દરઞાહ શરીફ ખાતે મહેફિલે શમા રાખવામાં આવી હતી.જેમાં અલઞ અલઞ કવવાલો દ્વારા સુફીયાના કલામ પેશ કરવામાં આવ્યા હતા.અકીદત મંદોએ સંદલ શરીફ મા હાજર રહી ફૈઝ હાસલ કર્યો હતો.
કોમી એકતાના પ્રતીકસમા અંકલેશ્વરના હજરત હલીમશાહ દાતાર ભંડારીના ૪૪૦ મા ઉર્સની ઉજવણી
- રાત્રે ઈશાની નમાજ બાદ કુઑન ખવાની બાદ દરગાહ શરીફના સજાદાનશીન સૈયદ મનસુર અલી દ્વારા દરગાહ ખાતે પ્રથમ સંદલ પેશ કર્યું હતું