google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeDevotionભરૂચ ગુરૂદ્વારામાં શીખ સમુદાય દ્વારા ગુરૂનાનક જયંતીની ઉજવણી કરાઈ

ભરૂચ ગુરૂદ્વારામાં શીખ સમુદાય દ્વારા ગુરૂનાનક જયંતીની ઉજવણી કરાઈ

- કસક ગુરૂદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા

ભરૂચ,

ભરૂચ શહેર અને જીલ્લામાં કાર્તિકી પૂનમના દીને ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના કસક વિસ્તાર સ્થિત ગુરુદ્વારા ખાતે શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જેમાં વિવિધ કાર્યક્રમો,રક્તદાન શિબિર સહિત લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુ નાનકજીને શીખ ધર્મના સ્થાપક અને શીખોના પ્રથમ ગુરુ માનવામાં આવે છે.તેમનો જન્મ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો.તેથી દર વર્ષે કારતક પૂર્ણિમાના દિવસને ગુરુ નાનકજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે આજરોજ ગુરુ નાનક દેવજીની જન્મજયંતી નિમિત્તે ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા અને ચાદર સાહિબના નામથી પ્રસિદ્ધ ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ ગુરુ નાનક જન્મ જયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજી ઈ.સ.૧૫૧૦ થી ૧૫૧૫ માં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધી રાહ બતાવવા નીકળ્યા હતા.ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા.જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી.આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી પ્રચલીત થયું છે. કસક વિસ્તાર સ્થિત ગુરુદ્વારા ખાતે સોમવારના રોજ ગુરુનાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરૂબાની,પ્રાર્થના સહિત લંગર અને વીશેષમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દિવ-દમણ અને દાદરાનગર હવેલીના સહપ્રભારી દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!