ભરૂચ,
ભરૂચ જીલ્લામાં વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે.જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ “માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર” ની થીમ અને “વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” સૂત્ર આધારિત વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે.જેનો મુખ્ય ઉદ્રેશ ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર ધ્વારા માતાઓ અને બાળકોના સ્વાસ્થય સુખાકારી લાવવાનો છે.આ અંતર્ગત જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે.
વિશ્વ વસ્તી દિવસ – ૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે પ્રથમ તબકકામાં કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પધ્ધતિના પ્રચાર- પ્રસાર માટે વિવિધ સામગ્રી તૈયાર કરાવી તેના વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે.બીજા તબકકામાં સામુદાયિક બેઠકો,સ્થાનિક નેતાઓ, પ્રભાવકો અને હિમાયતીઓને સામેલ કરીને સગર્ભાવસ્થામાં અંતરના ફાયદા વિશે પરિવારોને જાગૃત કરવા માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગૃહ મુલાકાત કરવામાં આવી રહી છે.
ત્રીજા તબકકામાં તા.૧૧ જુલાઈ ના રોજ જીલ્લાકક્ષાએ અને તાલુકાકક્ષાએ વિશ્વ વસ્તી દિવસની રેલીનું આયોજન પણ કરવામાં આવશે.આ ઉપરાંત ગર્ભનિરોધક પધ્ધતિ માટે દંપતિઓનું કાઉન્સલિંગ ધ્વારા કુટુંબ નિયોજન પધ્ધતિ માટે તૈયાર થયેલ દંપતિઓને સેવા પુરી પાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જીલ્લાકક્ષાની સરકારી હોસ્પિટલોમાં કાયમી અને બિનકાયમી પધ્ધતિઓના કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે અને ચોથા તબકકામાં ઉપરોક્ત પ્રમાણે સારી કામગીરી કરનાર કર્મચારીઓને તાલુકા કક્ષાએ અને જીલ્લાકક્ષાએ પ્રોત્સાહન પણ આપવામાં આવશે એમ અધિક જીલ્લા આરોગ્ય અધિકારી,જીલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવેલ છે.