google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratછોટાઉદેપુર ખાતે વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી

છોટાઉદેપુર ખાતે વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી

- સાંસદ જશુ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી કેમ્પ યોજાયો

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી માટેનો કેમ્પ યોજાયો હતો. 

આ પ્રસંગે જશુ રાઠવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર દેશ માંથી વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબુદ કરવાના સંકલ્પના પરિણામે આ અંગે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવીને જિલ્લાવાસીઓને સિકલ સેલ એનિમિયા અંગે જાગૃત થઈ સિકલ સેલ એનિમિયા નાબુદીના અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉપસ્થિત તમામને સિકલ સેલ એનિમિયા વિશે માહિતગાર કર્યા હતા.તેમજ આ વર્ષે શાળાઓમાં ૧૦૦% બાળકોની સિકલ સેલની તપાસ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમ દરમ્યાન સિકલ સેલનાં દર્દી હિંમત રાઠવા અને વિજય રાઠવાએ રોગની સારવારને લગતા તેમનાં અનુભવો લોકો સમક્ષ રજુ કરાયા હતા.તેમજ બહેનોએ નાટક રજુ કરીને લોકોને સિકલ સેલ અને તેની સારવાર વિશેની જાણકારી આપી હતી.કાર્યક્રમ બાદ સાંસદ સહિતના મહાનુભાવોએ સિકલ સેલ કેમ્પની મુલાકાત લીધી હતી. 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા,જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા સહિતનાં મહાનુભવો,આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!