(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
કે.વી.કે,ડેડિયાપાડા અને આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર ના સંયુકત ઉપક્રમે વિશ્વ જમીન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરુઆત ડૉ.વી.કે.પોશીયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ વિવિધ જૈવિક ખાતરોનું મહત્વ સમજાવી જમીન માટે સંકલીત પોષણ વ્યવસ્થા દ્વારા જમીનની ફળદ્રપતા જાળવી રાખવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ડૉ.પ્રિતીબેન જયસવાલ, મદદનીશ પ્રાધ્યાપક,જળ અને જમીન સંરક્ષણ વિભાગ,કૃષિ ઈજનેરી,દેડીયાપાડા જમીનની ફળદ્રુપતા વધારા માટે પાક ફેરબદલી કરવી અંગેની માહિતી આપી અને ડૉ.મિનાક્ષી તિવારી,વૈજ્ઞાનિક દ્વ્રારા જળ,જમીન અને પર્યાવરણનુ સંરક્ષણ પર પ્રવચન આપ્યું હતું.સાથે મહેન્દ્રસિહ,SBI બાન્ચ બેક મેનેજર દ્રારા બેંકમાં વિવિધ યોજના ખેડૂતોને લાભ લેવાનું સુચન કર્યુ.પ્રો એન.વી.ચૌધરી વૈજ્ઞાનિક દ્વારા આબોહવા પરિવર્તન અને બદલાતા વાતાવરણમાં જમીનનુ જતન અને રક્ષણ કઈ રીતે કરવુ એના વિશેની માહિતી આપી કુલ ૯૩ ખેડૂતોએ તેમજ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.