google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratડેડીયાપાડાથી સાગબારા વચ્ચે રાલદા ગામ પાસે હાઈવે પર ટ્રકને અકસ્માત નડતા ભીષણ...

ડેડીયાપાડાથી સાગબારા વચ્ચે રાલદા ગામ પાસે હાઈવે પર ટ્રકને અકસ્માત નડતા ભીષણ આગ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદાના ડેડીયાપાડાથી સાગબારા વચ્ચે રાલદા ગામ પાસે હાઈવે રોડ પર પૂરપાટ વેગે ધસી આવતી ટ્રકને અકસ્માત નડતા ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.આગ એટલી ભયંકર હતી કે આખેય આખી ટ્રક ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી.જોકે ભડકે બળતી ટ્રકના પૈડાં ટાયર સહિત ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી.ટ્રકમાં ઈલકટ્રીક વાયર સહીત સફેદ કપડાંના મોટા રોલ વગેરેનો ભરેલો સમાન બળીને ખાખ થઈ ગયો હતો.અકસ્માત બાદ સમાન રોડ પર ફંગાળાઈ ગયો હતો.જેમાં લાખોનું નુકશાન થયાનો અંદાજ છે.
આ ટ્રક મહેસાણાથી મહારાષ્ટ્ર્ર તરફ જઈ રહી હતી.આગનો ફાયરબ્રિગેડના જવાનોએ આગ બુઝાવ્યા પછી ફરી ટ્રક સળગી હતી.ટ્રક ચાલક ક્લિનર ફરાર થઈ ગયા હતા હાલ ટ્રક બીનવારસી હાલતમાં જણાઈ રહી છે.જોકે ડેડીયાપાડા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!