google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratસેન્ચ્યુરી એન્કા લિમિટેડ રાજશ્રી પોલીફીલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની...

સેન્ચ્યુરી એન્કા લિમિટેડ રાજશ્રી પોલીફીલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી

- તાલુકાના અલગ અલગ ગામોમાં ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમમાં સરપંચ આગેવાનો તથા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામ પાસે આવેલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં સીએસઆર એક્ટિવિટી અંતર્ગત શિક્ષણને લગતા,આરોગ્યને લગતા, ગ્રામ વિકાસને લગતા તથા ગામડાની આદિવાસી પ્રજાની પ્રાથમિક જરૂરિયાતને લગતા કાર્યક્રમો કરવામાં આવે છે.આ ઉપરાંત ભરૂચ જિલ્લાના અન્ય વિવિધ ગામોમાં પણ અનેક વિકાસલક્ષી અને લોક ઉપયોગી કાર્ય કંપની દ્વારા કરવામાં આવી રહ્યા છે.હાલમાં વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ છે ત્યારે તેના સંદર્ભમાં ગુજરાત સરકારના કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ ના કાર્યક્રમ નિમિત્તે રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઝઘડિયા તાલુકાની ૧૮ આંગણવાડીઓ અને ૧૭ પ્રાથમિક શાળાઓમાં સ્કૂલબેગ, કંપાસ બોક્સ, પેન પેન્સિલ, લોંગ બુક,ચિત્રકલા, સ્કેચપેન, કંપાસ કીટ,બોલપેન, યુનિફોર્મ અને શુઝ તેમજ રમકડાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૨૬૦ જેટલા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો હતો.આ ઉપરાંત કુલ ૧૮ જેટલી આંગણવાડી કેન્દ્રમાં પણ વિવિધ રમકડાઓની કીટોનું વિતરણ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં તમામ શાળાના આચાર્ય, ગામના સરપંચ, ગામના આગેવાનો ફાળવેલ સરકારી કર્મચારીઓ તથા સેન્ચુરીય એન્કા લિમિટેડ કંપનીના વિવિધ અધિકારીઓ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના ત્રણ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!