google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઝઘડિયા અને નેત્રંગના શિડયુલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી સ્ટોન ક્વોરી, ક્રશર, સિલિકા પ્લાન્ટને...

ઝઘડિયા અને નેત્રંગના શિડયુલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી સ્ટોન ક્વોરી, ક્રશર, સિલિકા પ્લાન્ટને બંધ કરાવવા ચૈતર વસાવાએ આવેદનપત્ર આપ્યું

- શિડયુલ વિસ્તારમાં 73AAની જમીનો ટ્રાન્સફર, NA કે ભાડા પેટે કરીને પચાવી પાડી ગેરકાયદેસર રીતે સ્ટોન ક્વોરી, ક્રસરો ચલાવવામાં આવે છે : ચૈતર વસાવા - સ્ટોન ક્વોરી, ક્રશર, રેતી લીઝ ધારકો પાસેથી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જ બે રોકટોક આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે : ચૈતર વસાવા - સાત દિવસ પછી આ તમામ જગ્યાએ જનતા રેડ કરીને જવાબદાર લોકોને ખુલ્લાં પાડવાનું કામ જનતા કરશે : ચૈતર વસાવા

ભરુચ,

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા,આપ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ આજે ભરૂચના કલેકટરને એક આવેદનપત્ર આપીને કેટલીક મહત્વપૂર્ણ માંગો રજૂ કરી હતી.

આવેદનપત્રમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ઝઘડિયા,નેત્રંગ તાલુકો શિડયુલ વિસ્તારમાં આવે છે અહીં 73AAની જમીનો ટ્રાન્સફર, NA કે ભાડા પેટે કરીને પચાવી પાડી ગેરકાયદેસર રીતે સ્ટોન ક્વોરી, ક્રસરો ચલાવવામાં આવે છે.જેના કારણે પાણીના સ્તર ઊંડા જાય છે,ખેતીના પાકો થતા નથી,લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. પરવાનગીની જગ્યા છોડી પડતર ગૌચરો અને બીજી જગ્યાઓમાં ખોદકામ કરવામાં આવે છે, જેની તપાસ કરાવી તાત્કાલિક અસરથી તેને બંધ કરાવો કરવામાં આવે તેવી અમારી માંગ છે.

બીજી બાબત એ કે ઝઘડિયા તાલુકામાં 73AAની જમીનો પર ચાલતા સિલિકા પ્લાન્ટ, રેતી લીઝો અને રેતી સ્ટોરેજના ઢગલાઓ કરવામાં આવ્યા છે તેના કારણે સામાન્ય લોકોને હેરાન થવું પડે છે. રોયલ્ટીની ચોરી થતી હોવાથી સરકારને પણ નુકસાન થાય છે, તેની તપાસ કરાવી તાત્કાલિક અસરથી તેને પણ બંધ કરાવવામાં આવે.ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં સરકારની ઔદ્યોગીકનીતિ પ્રમાણે 80% સ્થાનિક લોકોને કાયમી રોજગારી આપવાની જોગવાઈ છે, પરંતુ સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી અને થોડા લોકોને રોજગારી મળે છે તો કાયમી કે સારી જગ્યામાં મૂકવામાં આવતા નથી અને તેમનું શોષણ થાય છે.

આમ ઉપરોક્ત જણાવેલ ભૂસ્તર, ખાણ ખનીજ વિભાગ, સ્ટોન ક્વોરી ક્રશર, રેતી લીઝ ધારકો પાસેથી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના કારણે જ બે રોકટોક આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે.જેમાં સરકાર અને અહીંના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.આવા ભ્રષ્ટ અધિકારીઓ અને ભુ માફિયાઓના પાપે નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવેલ છે.આ આવેદનપત્રના માધ્યમથી અમે આપને રજૂઆત કરીએ છીએ કે જો યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે નહીં તો સાત દિવસ પછી આ તમામ જગ્યાએ જનતા રેડ કરીને જવાબદાર લોકોને ખુલ્લાં પાડવાનું કામ જનતા કરશે જેની આપ નોંધ લેશો તેવી ચીમકી ઉચ્ચારી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!