(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા ખાતે આવેલ પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના આગોતરા જામીન ફગાવી દેવાતા ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધારો થયો છે.છેલ્લા 15 દિવસથી ચૈતર વસાવા હાલ ભૂગર્ભમાં છે.ચૈતર વસાવાની દિવાળી તો બગડીહતી હવે દેવ દિવાળી પણ બગડશે એવુ લાગે છે.
આજે રાજપીપલા કોર્ટમાં સરકાર તરફે સરકારી વકીલ જે જે ગોહિલે દલીલો કરી હતી.તો સામે પક્ષે વકીલ કે જે તડવીએ કરી હતી રજુઆત દલીલોમાં ઉઘરાણીના 60,000 ની રકમ ની રિકવરીનો મામલો સામે આવ્યો હતો અને 30,000 રિકવરી થતાં બીજા 30,000 ની રિકવરી બાકી હોવાની રજુઆત કરાઈ ઉપરાંત હવામાં ફાયરિંગ થયું હતું તે પિસ્તોલ પણ રિકવરી થઈ નથી.આ માટે કોર્ટે સમય આપ્યો હતો છતાં મુદ્દામાલ રિકવરી થયેલ નથી હવે ચૈતર વસાવા પાસે હાજર થવાનો વિકલ્પ છે હાજર થઈ જાય તોધરપકડ થઈ શકે.હાજર ના થાય તો હાઇકોર્ટ માં જવાનો હજી વિકલ્પ ખુલ્લો છે.
આ અગાઉ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાના પત્નીની ગુજરાત હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાની માંગને પણ ફગાવીદેવાઈ છે.હાઈકોર્ટના વેકેશન જજે આ માંગણીનો અસ્વીકાર કર્યો છે.20 મીએ સુનાવણી હતી.વેકેશન બાદ નિયમિતકોર્ટમાં હવેહાથ ધરાશે સુનાવણી.હવે રેગ્યુલર કોર્ટમાં વેકેશન બાદ એક સપ્તાહ પછી સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.જેને કારણે ચૈતર વસાવાની મુશ્કેલીઑફરી એકવાર વધીછે પત્ની શકુંતલાબેને પોતે બનાવ સમય હાજર ન હોવાની રજૂઆત પણ કરી હતી.એમ.એલ.એ ના પત્ની હોવાથી ખોટી રીતે આરોપી બનાવી ફરિયાદ કરી હોવાની રજૂઆત ધારાસભ્ય ચૈત્ર વસાવા ના પત્નીએ કરી હતી.વેકેશન દરમ્યાન તાત્કાલિક સુનાવણી કરવામાં આવે એવી માંગ ધારાસભ્યના પત્નીએ કરી હતી.પણ આ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.હવે વેકેશન પછી જ નિયમિત કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.વન વિભાગના કર્મચારીઓને માર મારવાની ઘટના બાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ.
રાજપીપલા ખાતે આવેલ પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના આગોતરા જામીન ફગાવ્યા
- છેલ્લા 15 દિવસથી ચૈતર વસાવા ભૂગર્ભમાં : ચૈતર વસાવાની દિવાળી તો બગડી હવે દેવ દિવાળી પણ બગડશે