google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratચૈતર વસાવાએ ડેડીયાપાડા તાલુકાની પાંચ સ્કૂલોની ઓચિંતી મુલાકાત લીધી

ચૈતર વસાવાએ ડેડીયાપાડા તાલુકાની પાંચ સ્કૂલોની ઓચિંતી મુલાકાત લીધી

- દરેક શાળામાં માત્ર એક જ શિક્ષક જોવા મળ્યા અને શાળાના ઓરડાઓ જર્જરીત જોઈને ચોકી ઉઠ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે તાલુકાની ૩૦-૩૫ સારી શાળાઓની પસંદગી કરી આવા કાર્યક્રમો કરવામાં આવે છે.પણ આજે શિક્ષણ વિભાગના લાઈઝનીગ અધિકારી દ્વારા મને આપવામાં આવેલ કાર્યક્રમના રૂટનો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએએ શાળાઓનો બહિષ્કાર કર્યો હતો અને પોતે પસંદ કરેલી જ્યાં સુવિધા નથી એવી ડેડીયાપાડા તાલુકાની ૫ સરકારી શાળાની મુલાકાત લીધી હતી.જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવી હતી 

જેમાં દરેક શાળામાં માત્ર એક જ શિક્ષક જોવા મળ્યા હતા અને શાળાના ઓરડાઓ જર્જરીત જોઈને ચોકી ઉઠ્યા હતા.

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો આજે પહેલો દિવસ હતો.જેમાં મોટીકાલબી પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણમાં ૭૩ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.જેમાં એક જ કાયમી શિક્ષક છે.ઓરડાઓ પણ જર્જરીત હાલતમાંજોવા મળ્યા હતા.જયારે કાકરપાડા (ન.વ) પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક જોવા મળ્યા હતા.

તો સામરપાડા (ન.વ) પ્રા.શા જેમાં ૧ થી ૫ ધોરણમાં ૨૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ભય ઓથારે ભણે છે.એ ઉપરાંત હરીપુરા પ્રા.શા જેમાં ૧ થી ૫ ધોરણમાં ૪૩ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે ઓરડા ખુબ જર્જરીત છે તમામ બાળકો ને એકજ વર્ગખંડમાં બેસાડીને ભણાવવામાં આવે છે.જ્યારે જુની આંબાવાડી (ન.વ.) પ્રા.શા જેમાં ૧ થી ૫ ધોરણ માં ૫૦ વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક જોવા મળ્યા હતા.ઓરડાઓપણ જર્જરીત હાલતમાં જણાયા હતા.બાળકો ભયના ઓથારે અભ્યાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અહીં એક જ શિક્ષક ૧ થી ૫ ધોરણ ને એક જ વર્ગખંડમાં ભણાવે છે.શાળાઓમાં જર્જરીત ઓરડાઓના કારણે કે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં ઝાડનીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર હોવાનું જણાવ્યું હતું.મુલાકાત બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 45000 કરોડનું શિક્ષણ વિભાગનું બજેટ છે.1600થી વધારે શાળાઓમાં એક જ શિક્ષક ભણાવે છે.જયારે 1300 થી વધુ આદિવાસી વિસ્તારની શાળાઓ પણ એક જ શિક્ષકથી ચાલે છે.આદિવાસી બાળકો સરકારી શાળા ઉપર જ નિર્ભર રહે છે તેથી ત્યારે સરકાર શિક્ષકની ભરતી કરે અને ઓરડાઓ નવા બનાવે એવી માંગ કરી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!