google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, November 8, 2024
HomeGujaratચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ જીલ્લા લઘુમતી સમજે કલેકટરને આવેદન પાઠવ્યું

ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચ જીલ્લા લઘુમતી સમજે કલેકટરને આવેદન પાઠવ્યું

- મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનમાં સમાજના આગેવાનો જોડાઈ દુઆ પઢવામાં આવી - મુખ્યમંત્રી દ્વારા નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ ઉઠાવી

ભરૂચ,
ડેડીયાપાડાના ધારાસભ્ય પર ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી દ્વારા તટસ્થ તપાસ થાય તે માટે ભરૂચ જીલ્લા લઘુમતી સમાજના લોકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ડેડીયાપાડા આપ ના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલ ફરિયાદને લઈને આદીવાસી સમાજ અને આપ પાર્ટીમાં રોષ જોવા મળ્યો હતો.જે બાદ તેઓના સમર્થન માં ભરૂચ જીલ્લા લઘુમતી સમાજ પણ આગળ આવ્યું છે અને તેઓ ઉપર થયેલ ફરિયાદને રદ્દ કરવા અને મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થાય તે માટે ભરૂચ જીલ્લા લઘુમતી સમાજ અને આપ પાર્ટીના આગેવાનો કલેકટર કચેરી ખાતે ભેગા થઈ ચૈતર વસાવા સામે થયેલ ફરિયાદને લઈને તેઓના સમર્થન માં દુઆ કરવામાં આવી હતી.
લઘુમતી સમજે પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ  જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાંખ્યો હતો.જેના પગલે વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજુઆત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પાસે આવતા અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાન કરાવ્યું જેમાં બન્ને પક્ષકારોની રાજીખુશીથી ખેડૂતને નુકશાન કર્યું છે તે ભરપાઈ કરી આપવામાં આવે અને સામે ખેડૂત જંગલ ખાતાના અધિકારીઓ ઉપર કોઈ કાનૂની પગલાં નહિ ભરે.આમ નક્કી થયેલી રકમ પણ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું. સમાધાન થયાના ત્રણ દિવસ પછી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગ રૂપે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. જે રકમ સહમતીથી નુક્શાનની ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી તેને બળજબરીથી લેવાયેલી ‘ખંડણી’ તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી.પોલીસે ચૈતરભાઈ વસાવા,તેઓના પત્ની અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવ્યા છે.જે એક ષડયંત્ર છે જેને રાજ્યના વડા તરીકે તાત્કાલિક દરમ્યાનગીરી કરી મામલાની ન્યાયિક તપાસ કરી તમામની ધરપકડો ઉપર રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!