(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની આજે સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી થવાની હતી જેની કાર્યકર્તાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.પણ આજે આ કેસમાં નવો વળાંક આવ્યો હતો.આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના સુપ્રિમ કોર્ટ માંથી જામીન અરજી પરત ખેંચી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાના પત્ની શકુંતલા બેન વસાવાની સુપ્રિમ કોર્ટમાં જામીન અરજીની ૨૪ મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી.પરંતુ સુનાવણી થાય એ પેહલા જ એમની જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી છે.હવે નવેસરથી નીચલી કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવામાં આવશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેને કારણે આજે શકુંતલા વસાવાનો છુટકારો થઈ શક્યો ન હોતો.
આવું કેમ કરવું પડ્યું તે અંગે અનેક રાજકીય અટકળો તેજ બની ગઈ હતી.કારણ કે લોકસભાની ચૂંટણીની તારીખો સાથે ભાજપે ૨૬ લોકસભા ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશાય કરી દીધા છે.ત્યારે બીજી તરફ આપના ભરૂચ ના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ ગઈ છે ત્યારે બન્ને પતિ પત્ની માટે જેલ માંથી બહાર આવવું જરૂરી છે. ત્યારે આપ ને ડર છે કે હાઈકોર્ટ માંથી શકુંતલા વસાવાની જામીન અરજીના મંજુર કરી હતી.તો કદાચ સુપ્રીમ કોર્ટ પણ ના મન્જુર કરી દે તો મુશ્કેલી ઉભી થઈ શકે એવા ડરથી હાલ પૂરતીતો સુપ્રીમ કોર્ટ માંથી જામીન અરજી પાછી ખેંચી લેવાતા શકુંતલા વસાવાનો જેલ વાસ હજી થોડા દિવસ લંબાઈ શકે છે.એમના પતિ ચૈતર વસાવાના જામીન તો મંજુર થઈ ગયા છે પણ તેઓ ૨૪ મીના હાઈકોર્ટની સુનાવણીની રાહ જોઈ રહ્યા હતા.જો જામીન મંજુર થાય તો બન્ને સાથે જેલ માંથી બહાર આવશે એવુ નક્કી થયું હતું.પણ હવે ચૈતર વસાવા આગળનો કેવો નિર્ણય લે છે એ હવે જોવું રહ્યું. ચૈતર વસાવા અને તેમના પત્ની હજી પણ જીતનગર રાજપીપલાની જેલમાં છે.ત્યારે ચૈતરભાઈ એકલા પહેલાં જેલની બહાર આવશે કે બન્ને સાથે આવશે એ ચર્ચાનો વિષય બન્યો છે.
હવે આગામી દિવસમાં શકુંતલાબેન વસાવાની જામીન માટે નીચલી કોર્ટમાં અરજી કરવામાં આવશે.મુખ્ય આરોપી ચૈતર વસાવાને સેશન્સ કોર્ટે જામીન આપી દીધા છે એટલે શકુંતલા વસાવાના જામીન પણ નીચલી કોર્ટ મંજુર કરશે એવી સંભાવનાઓ વ્યકત કરાઈ રહી છે.
ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના સુપ્રિમ કોર્ટ માંથી જામીન અરજી પરત ખેંચાઈ
- ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની સુપ્રિમ કોર્ટમાં જામીન અરજીની આજરોજ સુનાવણી હાથધરવામાં આવનાર હતી - સુનાવણી થાય એ પેહલા જ એમની જામીન અરજી પરત ખેંચી લેવાતા હવે નવેસરથી નીચલી કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવામાં આવશે - હાલ શકુંતલા બેન વસાવાનો જેલવાસ લંબાઈ ગયો