google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratરાજપીપળા ખાતે મહાકાળી કાળકા માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીનો ૯ દિવસનો મેળો :...

રાજપીપળા ખાતે મહાકાળી કાળકા માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીનો ૯ દિવસનો મેળો : આરતી અને દર્શન માટે ભક્તો ઉમટ્યા

- રીયાસતી રાજવીનગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી રાજપીપળા ખાતે અતિપ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિ મેળો ભરાતો આવ્યો છે : અહીં ભક્તોની બાધા,આખડી,માનતા પુરી થાય છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રીયાસતી રાજવીનગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી રાજપીપળા ખાતે અતિપ્રાચીન મહાકાલી મંદિરે ચૈત્રી નવરાત્રિ મેળો ભરાયો છે.ચૈત્ર નવરાત્રીના ત્રીજા નોરતે આરતીમા ભાગ લેવા અને ભક્તો મોટી સંખ્યામા દર્શને ઉમટ્યા હતા.આ મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઊમટે છે.જવારાનું સ્થાપના,ઘટસ્થાપન, પૂજન-અર્ચન સાથે સવાર સાંજની બન્ને આરતીમાં ભક્તો ઉમટી રહ્યા છે.

આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે.૧૯૪૧ થી મહાકાલી મંદિરના ચોગાનમાં ચૈત્રી નવરાત્રીનો મેળો ભરવાનો શરૂ થયો.ત્યારથી છેલ્લા ૮૩ વર્ષથી રાજપીપળામાં નિયમિત રીતે ચૈત્રી નવરાત્રીનો મેળો ભરાય છે.અહીંયા કાછીયા પટેલ, દરજી, ધોબી,વાળદ,ભોઈ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રીનો હવન તેમજ ઉજવણી ઉત્સવો ઉજવાય છે.ધજા ચડાવાય છે.૯ દિવસ નવરાત્રી દરમિયાન સવાર-સાંજ નિત્ય આરતીમાં હકડેઠઠ ભક્તોની ભીડ જામે છે.

રાજપીપળા જ્યારે રીયાસતી રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવી માં હરસિધ્ધિ મંદિર ઘણું દૂર હતું રાજવીઓ પહેલા હવેલીમાં રહેતા હતા.રાજવી કુટુંબની રાણીઓને મા હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીતરિવાજ પ્રમાણે ઘણી રાણીઓ પડદાનશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું.તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી જ રાજવી કુટુંબના માતાજીની પૂજા-અર્ચના કરાઇ હતી.ત્યારથી નિયમિત મેળો ભરાય છે.આ મંદિરની બાજુમાં કૂવો આવેલો છે.જે રાજા ધર્મપ્રેમી સ્વ.વિજયસિંહ મહારાજના વખતમાં બનેલો કુવો આજે પણ મોજુદ અનેક ઔષધીય ગુણો થી ભરેલું હતું.તેથી વિજયસિંહ મહારાજા આ કુવાનું પાણી કાવડ દ્વારા રાજમહેલમાં મંગાવતા હતા.આજે પણ મોજૂદ કુવાનું પાણી પીવામાં વપરાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!