google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratબિસ્માર માર્ગની વારંવારની રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહિ આવતા યુથ કોંગ્રેસ દ્વારા...

બિસ્માર માર્ગની વારંવારની રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહિ આવતા યુથ કોંગ્રેસ દ્વારા આવતીકાલે ચક્કાજામ

- જંબુસર નગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગરનો ટંકારી ભાગોળથી એસટી ડેપોનો રોડ ઘણા સમયથી ખૂબ જ ખખડધજ અને બિસ્માર હોય જંબુસર નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓમાં વારંવાર મૌખિક સ્નર લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમના પેટનું પાણી હાલતું નથી અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહન ચાલકો,રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.જેથી વહેલી તકે આ રોડનું કામ કરવામાં આવે નહીં તો ગાંધી ચિધિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.તો બીજી તરફ ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરી કુંભકર્ણંની નિંદ્રામાં રહેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરી વહેલી તકે આ માર્ગનું સમારકામ થાય તેવા પ્રયાસો કરશે.
જંબુસર શહેર અને તાલુકાની જનતા એસટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઈક રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં લોકો પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મહિડાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું છે કે ટંકારી ભાગોરથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે.આ રસ્તા પરથી તાલુકાની જનતા અવર-જવર કરે છે.અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે અને અકસ્માતોના બનાવો બને છે. ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધી માં શાળા,કોલેજ,બેંકો,સરકારી કચેરીઓ સહિત આવેલ હોય જનતાને રોજબરોજ આ રોડ પરથી અવરજવર કરવી પડતી હોય છે. તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે નહીં તો દસ દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
તો જંબુસરના બિસ્માર માર્ગોને લઈને લોકોને પડતી હાલાકીના પગલે વારંવાર તંત્રને સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ નહિ આવતા લોકોને હવે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને અકસ્માતમાં કોઈ નિર્દોષ જીવ ન ગુમાવે અને બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તે માટે ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ સ્થાનિક નેતાઓ અને લોકોને સાથે રાખી ચક્કાજામ કરી નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે અને આગામી દિવસોમાં વહેલી તકે બિસ્માર માર્ગોનું સમારકામ થાય તેમાં ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!