(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે.ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય માંથી વિદેશી દારુ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશ બુટલેગરો ના કરે એ માટે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.નર્મદામાં પાંચ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.
દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ૭ મે ગુજરાતમાં ચૂંટણી ૩ તબક્કાની યોજાવાની છે ત્યારે આ તબક્કામાં મહારાષ્ટ્રનો પણ એક ભાગ છે.ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે અને નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો છે.ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય માંથી વિદેશી દારુ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશના કરે એ માટે નર્મદા પોલીસ અધિક્ષક દ્વારા પાંચ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે એટલું જ નહીં મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરો અલગ અલગ બનાવવામાં આવી છે.હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના કોઈ વિદેશી દારૂ ન લાવે એ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, નર્મદા જિલ્લો ગુજરાતની બોર્ડર છે. આ બોર્ડરથી કોઈપણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્ય માંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં એ બાબતે કડક ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે.પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસ ની ટીમ કામ કરે છે.જિલ્લામાં પણ કોઈ નાગરિક નશો કરીને વાહનો ચલાવતા હોય એવા ચાલકોને પણ ચેકીંગ કરવામાં આવી રહ્યા છે.અધિકારીઓ અને પોલીસકર્મીઓ મળી ૨૦૦ થી વધુ પોલીસ જવાનો આં ચેકીંગમાં હાલ લાગેલા છે. આ મહિનામાં સતત ચેકીંગ કરતા બે મોટા ટ્રક નાની ગાડીઓ સહિત લાખો નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં નર્મદા પોલીસ સફળ રહી છે.જિલ્લામાં ૨૦ થી વધુ ચેકીંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે.