ભરૂચ,
અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના જે.બી મોદી કેન્સર સેન્ટર ખાતે તા. ૨૮-૩-૨૪ ગુરુવારના રોજ માનનીય હર્ષદ પટેલ (હેલ્થ કમિશ્નર, ગુજરાત રાજ્ય) ના વરદ હસ્તે કીમોવોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સેવાકીય ભાવ સાથે કીમોવોર્ડને બનાવવામાં સજ્જન ઈન્ડિયા લિમિટેડ દ્વારા (૨ કરોડ), હિયૂબેક કલર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા (૫૦ લાખ ), સ્યેનસકો એડવાનસિંગ હયુમેનિટી દ્વારા (૧૫ લાખ),ડેક્કન ફાઈન કેમિકલ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા (૧૫ લાખ), સોંગવોન સ્પેશિયાલિટી કેમિકલ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા (૧૫ લાખ), ભરતભાઈ વિઠાની દ્વારા (૧૫ લાખ) અને કુંદન ઉદાણી ફાઉંડેશન દ્વારા (૭ લાખ ૫૦ હજાર) રૂપિયાનું અનુદાન આપવામાં આવેલ છે.
આરોગ્ય કમિશ્નર માનનીય હર્ષદ પટેલે પોતાના ઉધબોધનમાં જણાવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વચ્ચે આ પહેલું કીમો થેરાફી સેન્ટર સ્થપાયેલ છે, જે લોકો માટે ખૂબ સરળ અને ટુંકો રસ્તો થઈ ગયો છે વિવિધ કંપનીઓ ડોનેશન આપતી રહે છે જેથી મારો આગ્રહ છે કે ભવિષ્યમાં પણ લોકોની આરોગ્ય અને સુખાકારી ધ્યાનમાં રાખીને ડોનેશન આપતી રહેશે. શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી દ્વારા જણાવવામાં આવ્યું કે જે બી મોદી કેન્સર સેન્ટરના વિકાસ માટે અત્યાર સુધી ૪૫ કરોડ જેટલો અનુદાન મળી ચૂકેલ છે, અને નિરંતર સમયે જયાબેન મોદી હૉસ્પિટલ સેવા માટે તત્પર રહે છે અને ભવિષ્યમાં પણ રહેશે.જે.બી મોદી કેન્સર સેન્ટરનું નિર્માણ ૨૦૨૨ માં કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી (3000) થી વધુ દર્દીઓને સેવા પૂરી પાડી આપવામાં આવેલ છે.ઓગસ્ટ ૨૦૨૩ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પેટ સિટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અથિતી તરીકે રાજ્યના આરોગ્ય કમિશનર માનનીય હર્ષદ પટેલ, સમ્માનનીય મહેમાન તરીકે ભરૂચ જિલ્લાના કલેકટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી,ભરૂચ જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા,ડી.કે રાણા ડાયરેક્ટર હિયૂબેક કલર્સ પ્રાઈવેટ લિમિટેડ,ડી.કેરાય સાઈટ હેડ સજ્જન ઈન્ડિયા લિમિટેડ,પરાગ શાહ વાઇસ પ્રેસિડેન્ટ ડેક્કન ફાઈન કેમિકલ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ,જૉન થોમસન સી.એસ.આર હેડ સ્યેનસકો એડવાનસિંગ હયુમેનિટી,રશ્મિ દેલિવાલા કુંદન ઉદાણી ફોઉન્ડેશન,અશોક પંજવાની માનનીય સેક્રેટરી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાયટી, ડૉ.આતમી દેલીવાલા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ડૉ.તેજસ પંડયા જે. બી મોદી કેન્સર સેન્ટર હેડ ઉપસ્થિત રહ્યા હતા.