google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeછોટાઉદેપુર એલ.સી.બીએ જેતપુરપાવી માંથી ૨૭,૪૦૫ ના વિદેશી દારુના જથ્થા સાથે આરોપીને ઝડપી...

છોટાઉદેપુર એલ.સી.બીએ જેતપુરપાવી માંથી ૨૭,૪૦૫ ના વિદેશી દારુના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડયો

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જીલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના રેલવે ગરનાળા પાસેના હાઈવે રોડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂન જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત  વી.એસ.ગાવિત પોલીસ ઈન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર પોલીસ સ્ટાફના માણસો સાથે સાથે જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળેલ બાતમીના આધારે પારસીંગભાઈ માલસિંગભાઈ રાઠવા રહે.ખડખડ (લાખાવાડ ફળિયા) તા.જી.છોટાઉદેપુર નાઓને એલસીબીની ટીમે બાતમી મુજબના સ્થળે ખાનગીરાહે વોચ કરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી રુ.૨૭,૪૦૫ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને મારુતિ કંપનીની વેગેનાર ગાડી જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦ સાથે મોબાઈલ નંગ ૧ જેની કિંમત રૂ.૫૦૦૦ તેમજ રોકડ રકમ રૂ.૫૦ તેમ કુલ રૂ.૨,૩૨,૪૫૫ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.આ સંદર્ભે જેતપુર પાવી પોલીસ મથકે ફરિયાદ લખાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!