google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeછોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ મિલ માંથી લોખંડ  પાઈપની ચોરી કરતા બે ઈસમોને...

છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ મિલ માંથી લોખંડ  પાઈપની ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડયા

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લા મિલકત સબંધી વણ શોધાયેલા ગુનાઓ સોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ જે અન્વયે વી.એસ.ગામીત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન અંગત બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ પડેલ મીલમાંથી લોખંડ,ભૂંગળા વગેરેની ચોરી કરેલ અને તે મુદ્દામાલના નાના ટુકડા કરી સફેદ થેલીઓમાં વસુંધરા મિલની પાછળના ભાગે અવાવરૂ જગ્યાએ મૂકી રાખેલ હોઈ અને સદર મુદ્દામાલ લેવા માટે સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને આવતા સદર ઈસમોને કોર્ડન કરી ૮ કોથળા સાથે પકડી પાડેલ સદર ઈસમો પાસેથી પૂછ પરછ કરતા તેઓ આ લોખંડની વસ્તુઓને ચોરી કરી ભંગારમાં વેચી દેતા હોવાનું જણાવેલ રૂ.૬૬૦૨૦ ના મુદ્દામાલ સાથે લાલાભાઈ અરવિંદભાઈ બજાણિયા રહે.નેવરિયા ઈન્દિરા કોલોની તા.કાલોલ જિ.પંચમહાલ તેમજ રંગીતભાઈ કાંતિભાઈ બજાણિયા રહે.નેવરિયા ઈન્દિરા કોલોની તા.કાલોલ જિ.પંચમહાલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર ને ૪૧(૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!