(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા ૨૨ જાન્યુઆરીના રોજ યોજાનાર છે. માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જીલ્લાના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા આજરોજ ઉતરાયણના દિવસે જન આદોલન રૂપે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
જીલ્લાના ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા આ જન આંદોલનમાં તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવનાર છે.જેમાં યાત્રાધામોનું પરિસર, ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
હનુમાન મંદિર, જબુગામ, ત્યંબકેશ્વર મહાદેવ મંદિર, તાંદલજા, હાફેશ્વર મંદિર, પંચેશ્વર મહાદેવ, પાનવાડ, રણછોડરાયજી મંદિર, સોનગીર ઈન્દ્રલ, તા.સંખેડા, સંખેડા કસ્બા મસ્જીદ, બહાદરપુર કસ્બા મસ્જીદ, જાગનાથ મંદિર, છોટાઉદેપુર, લક્ષ્મીનારાયણ મંદિર, છોટાઉદેપુર, ગંગેશ્વર મંદિર, છોટાઉદેપુર, જમ્બેશ્વર મહાદેવ મંદિર, છોટાઉદેપુર જેવા ધાર્મિક સ્થળોની સફાઈ આ ૯ દિવસના અભિયાનમાં થનાર છે.
આ સમગ્ર અભિયાનને સફળ રીતે નોડલ અને સહ નોડલ અધીકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
કવાંટ તાલુકાના પાનવડમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જયંતી રાઠવાએ સફાઈ અભિયાન માં જોડાઈ શ્રમ દાન કર્યું હતું.અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને ગ્રામજનો કવાંટના હાફેશ્વર મંદિર,બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખે જબુગામના હનુમાનજી મંદિર પરિસરની સફાઈ કરીને અભિયાનની શરૂઆત કરાવી હતી.
સંખેડા તાલુકાના ઈન્દ્રાલ ગામે રણછોડરાયજી મંદિર ખાતે સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ પંચાયત ના આગેવાનો તેમજ અધિકારી કર્મચારીઓ દ્વારા પરિસર ની સાફ સફાઈ કરવામા આવી હતી. આમ વિવિધ ધાર્મિક સ્થળોએ આ અઠવાડિયા દરમિયાન હજુ પણ ધનિષ્ઠ સાફ સફાઈ કરવામાં આવનાર છે.