(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભારત આદિવાસી પાર્ટી (બીએપી) જેના રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાર જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે તે પાર્ટીનું એક ડેલિગેશન આજરોજ છોટુ વસાવાની મુલાકાતે આવ્યું હતું, ડેલિગેશનનું મુલાકાતે આવવા પાછળનું કારણ છોટુ વસાવાને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક બનાવવાનું હતું, ડેલિગેશન દ્વારા છોટુ વસાવાને રાષ્ટ્રીય સંરક્ષક બનવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જે પ્રસ્તાવ છોટુ વસાવાએ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સંરક્ષક તરીકેની મારી જવાબદારી હું સ્વીકારું છું અને ભારત આદિવાસી પાર્ટી માટે તેના નેજા હેઠળ આખા ભારતમાં ચૂંટણી હોય કે ના હોય આદિવાસી સમાજ સાથે થતા અન્યાય સામે તથા અન્ય શોષિત વર્ગની સમસ્યા બાબતે લડત આપીશું, આગામી લોકસભાની ચૂંટણી બાબતે તેમણે જણાવ્યું હતું કે લગભગ બધા જ ટ્રાયબલ બેઠક પર બીએપી ના બેનર હેઠળ ચૂંટણી લડાવીશું, ગુજરાતમાંથી ઉમેદવારોને લોકસભાની ચૂંટણી માટે ઉતારવા બાબતે આગામી બે દિવસમાં તેઓ નક્કી કરી તેમનું લિસ્ટ જાહેર કરશે,લોકસભાની ચૂંટણીના એજન્ડા બાબતે તેમને જણાવ્યું હતું કે અમારા એજન્ડામાં શિડ્યુલ પાંચ અને શિડ્યુલ ૬ રહેશે,આદિવાસી સમાજને જે મુશ્કેલી પડી છે તે બાબતે તથા અત્યાર સુધી સંવિધાનની જે વાત કરવામાં આવી નથી તે બાબતે, સમાજનું જે શોષણ થયું છે તે બધા મુદ્દા પર અમે ચૂંટણી લડીશું. ચૂંટણી છે એટલા માટે નહીં પરંતુ અમારી સાથે અન્યાય થશે તો અમે આંદોલન પણ કરીશું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે સરકારો આવી જે લોકો ચૂંટાયા તે જ અમારા માટે મોટી સમસ્યા છે એમની સામે અમે સંગઠિત થઈ લડત આપીશું,લોકસભાના ભાજપના અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બાબતે એમને જણાવ્યું હતું કે એ એ લોકો નેતા છે જ નથી,મનસુખ વસાવા છેલ્લા ૩૦ વર્ષથી ચૂંટાય છે એ લોકોએ અમારા માટે સમાજ માટે આજ દિન સુધી એક શબ્દ પણ બોલ્યા નથી, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ગામડાઓ ખતમ કરી નાખ્યા છે એવા લોકોને કેવી રીતે આદિવાસીઓ મત આપશે? અને અમે તેમને જાગૃત કરીશુ અને એવા ઉમેદવારને મત આપવા નહી દઈએ તેમ તેમણે જણાવ્યું હતું, જે લોકો સમાજ માટે એક શબ્દ પણ બોલ્યા નથી એ લોકો ને અમે ઉમેદવાર કેવી રીતે માનીશું, ચૈતર વસાવા બાબતે તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે લડતો હતો એનો જન્મ તો અહી થયો છે અને આજે ક્યાં જઈને બેઠો છે તો અમારે શુ સમજવુ ? ભારત આદિવાસી પાર્ટીની આ બેઠકમાં પ્રમુખ મોહનભાઈ રોત,રાજસ્થાનના ધારાસભ્ય થાવરચંદ ડામોર, રતલામના ધારાસભ્ય કમલેશ્વર ડોડીયાર સહિત બીએપી ના રાષ્ટ્રીય સદસ્ય દિલીપ વસાવા,રાષ્ટ્રીય પ્રવક્તા,મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં બીએપી ની ટીમ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક તરીકે છોટુ વસાવાની નિમણૂક કરવામાં આવી
- ભારત આદિવાસી પાર્ટીના (બીએપી) ડેલિગેટ ટીમ દ્વારા પ્રસ્તાવ મુકતા છોટુ વસાવા એ તેને સહર્ષ સ્વીકાર્યો હતો - ભારત આદિવાસી પાર્ટીના પ્રમુખ રાષ્ટ્રીય સદસ્ય સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભારત આદિવાસી પાર્ટીના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા