google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજપીપલા ખાતે કમલમ નર્મદાની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજપીપલા ખાતે કમલમ નર્મદાની મુલાકાત લીધી

- ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારોને ૫ લાખથી વધુ મતોથી વિજયી બનાવવાનો નિર્ધાર કરતા મુખ્યમંત્રી : કાર્યકર્તાઓ સાથે યોજેલ બૃહદ બેઠકમા જોડાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાતમી એપ્રિલે રવિવારનાં રોજ મુખ્ય મંત્રી રાજપીપળા આવ્યા હતા.આ કાર્યક્રમ આગાઉ બીજી એપ્રિલે રાજપીપલા આગમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં અનિવાર્ય સંજોગોને કારણે રદ થયો હતો તે કાર્યક્ર્મ ફરીથી આજે ગોઠવવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ગાંધીનગરથી રાજપીપલા હેલીપેડ પર હેલિકોપ્ટર દ્વારા સવારે આવી પહોંચ્યા હતા.ત્યાંથી સીધા હરસિધ્ધિ માતા મંદિરે આવી માતાજીના દર્શન કર્યા હતા.જેમની સાથે પ્રભારી મંત્રી ભિખુસિહ પરમાર, સાંસદ મનસુખ વસાવા,ગીતાબેન રાઠવા,ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ,ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચી  ભાજપાના સિનિયર કાર્યકર્તાઓ સાથે યોજેલ બૃહદ બેઠકમા પહોચ્યા હતા.દીપ પ્રાગટ્ય કરી બેઠકને ખુલ્લી મૂકી હતી.મહિલા મોર્ચાની બહેનોએ પુષ્પોથીસ્વાગત કર્યું હતું.મુખ્ય મંત્રીએ કમલમ ખાતે વિવિધ આગેવાનોની મુલાકાત કરી સમાજિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી.ત્રણ કલાક કમલમ ખાતે બેઠક કરી ભરૂચ બેઠક અને છોટાઉદેપુર બેઠક ૫ લાખ કરતાં વધુમતોથી જીતવા આહવાન કર્યું હતું અને ભરૂચ બેઠક પર ખાસ ધ્યાન રાખી વિકાસનાં કામોથી વંચિત વિસ્તારોમાં  સૌથી વધુ કામગીરી કરવાની સૂચના આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!