(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજરોજ ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપલા જેલમાં ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી. આજે ચૈતર વસાવાપ ત્ની વર્ષાબેન વસાવા અને તેમના પરિવારે પણ ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી.જોકે લોકસભા ચૂંટણી ટાણે જેલમાં બે બે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત માટે સૌથી મોટીરાજકીય ઘટના ગણાવાઈ હતી.
30 મિનિટની મુલાકાત લીધા બાદ દિલ્હીના અને પંજાબના મુખ્યમંત્રીએ જેલની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે.એનાથી ગુજરાતના પુરા આદિવાસી સમાજમાં ભારે રોષ છે.માત્ર ચૈત્ર વસાવાને જ નહીં પણ એમના ધર્મ પત્નીની પણ ધરપકડ કરી છે શકુંતલાબેન આદિવાસી સમાજ ની વહુ છેઆદિવાસી સમાજની વહુને પણ ભાજપે છોડયા ન હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો.
કેજરીવાલે જણાવ્યું હતું કે હું આજે જેલમાં ચૈતર વસાવાને મળ્યો છું. એમના ખબર અંતર પૂછ્યા છે. શકુંતલાબેન ને પણ હું મળ્યો છું.બંને સ્વસ્થ છે બંનેના હોસલા બુલંદ છે. જેલમાં રહીને પણ લડીશું સંઘર્ષ કરીશું. ભાજપને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવાનો છે.જનતા ઉખેડી ફેંકી દેશો ચૈતર વસાવા આદિવાસીઓ જનતા માટે લડે છે.આવા લોકોને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરી દે છે.કાલે અમે નેત્રંગમાં જાહેરાત કરી છે કે ભરૂચની લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા લડશે. સુપ્રીમ કોર્ટમાંથી અમને બેલ મળે તે માટેના અમારા પુરા પ્રયાસો હશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવાન મને જણાવ્યું હતું કે ગુજરાતમાં જે લોકો જનતા માટે કામ કરે છે,લોકપ્રિય હોય એને ભાજપ ઉખાડીને ફેંકી દે છે. કોઈને ઈડીમાં ફસાવે છેતો કોઈને સીબીઆઈ નો ચાર્જ કરાવે છે. આ તાનાશાહી વધુ સમય નહીં ચાલશે . ગઈકાલની નેત્રંગ રેલીમાં આદિવાસી સમાજનો ગુસ્સો એ હતો કે અમારી વહુબેટીઓને પણ ભાજપની સરકાર જેલમાં પૂરી દે છેએ શરમજનક છે.ચૈતર વસાવા લોકો માટે લડશે અને જીતશે જયારે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલો બનાવ છે કે કોઈ જેલમાં ધારાસભ્યને મળવા બબ્બે મુખ્યમંત્રીઓ આવે. એ આદિવાસી સમાજ માટે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે બહુ ગર્વની વાત કહી શકાય.ચેતર ભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બના છે ત્યારથી આદિવાસી સમાજ માટે બુલંદ અવાજ ઉઠાવ્યો છે.હવે ચૈતર વસાવા ભરૂચ લોકસભા ના ઉમેદવાર જાહેર થયા છે જનતાએ એમને જીતાડવા માટેનું મન બનાવી દીધું છે.
આજે ચૈતર વસાવા પરિવાર માંથી પત્ની વર્ષા વસાવા તથા તેમનો પરિવાર આજે રાજપીપલા જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેલમાં મળવા ગયો હતો વર્ષા બેને જણાવ્યું હતું કે પંજાબ અને દિલ્હીના બંને મુખ્યમંત્રી ચૈત્ર અને શકુંતલાબેન ને મળ્યા હતા અને તેમના ખબર અંતર પૂછ્યા હતા નેત્રંગની સભા સફળ રહી હોવાની મેં વાત કરી હતી અને અરવિંદ કેજરી વાલે ભરૂચ લોકસભા ઉમેદવારના બેઠક તરીકે ચૈત્ર મહિને જાહેરાત કરી એ વાતથી તેઓ ખુશી વ્યક્ત કરી જેલમાં હોવા છતાં આદિવાસી સમાજના સમર્થન માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીએ રાજપીપલા જેલમાં ચૈતર વસાવાની મુલાકાત લીધી
- ગુજરાતની જનતા અને આદિવાસી સમાજ ભાજપને ગુજરાત માંથી ઉખેડી ફેંકી દેશે - ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવ્યા છે