(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સોમવારે રાજપીપલા જેલમાં આવશે.બન્ને મુખ્યમંત્રીઓ ચૈતરવસાવાને મિત્ર ભાવે સવારે ૧૧ વાગ્યે મળવા આવશે.આ બન્ને બે મુખ્યમંત્રીઓને મિત્ર ભાવે મળવાની પરમિશન મળી છે.રાજપીપલા જેલમાં એકી સાથે બબ્બે મુખ્યમંત્રીઓ કોઈ ધારાસભ્યને મળવા આવે એવો નર્મદાનો પ્રથમ બનાવ છે.જોકે લોકસભા ચૂંટણી ટાણે જેલમાં મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત માટે સૌથી મોટી રાજકીય ઘટના ગણાવાઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો, ધમકાવવાનો અને આર્મ્સ એક્ટ હવામાં એક રાઉન્ડ ફાયરિંગનો ગુનો નોંધાયેલ છે.ચૈતર વસાવાના જામીનના મંજૂર થતાં કોર્ટ સામે હાજર થયા હતા.હાલ ચૈતર વસાવા રાજપીપલાની જેલમાં છે.ચૈતર વસાવા સહીત તેમના પત્ની સાથે ૯ આરોપીઓ જેલમાં છે.રવિવારે જેલના કેદીઓને મુલાકાતીઓને મળવા દેવામાં આવતા નથી.તેથી હવે આ બન્ને મુખ્યમંત્રીઓ સોમવારે જ મળી શકશે.જોકે જે રીતે મુલાકાતીઓ સામાન્ય કેદીને મળી શકે એ જ રીતે જેલ ના નિયમો પ્રમાણે એમને મળવા દેવામાં આવશે.એ માટે બીજી કોઈ ખાસ ફેસિલિટી આપવામાં આવશે નહીં.હાલ જેલની બહાર સાફ સફાઈ કામગીરી શરૂ કરી દેવાઈ છે.