google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratમુખ્યમંત્રીએ જિલ્લા માહિતી કચેરી- ભરૂચ દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા પુસ્તિકાનું કર્યું...

મુખ્યમંત્રીએ જિલ્લા માહિતી કચેરી- ભરૂચ દ્વારા તૈયાર કરાયેલી વિકાસ વાટિકા પુસ્તિકાનું કર્યું વિમોચન

- વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું આલેખન

ભરૂચ,
ભરૂચ ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહુર્ત તેમજ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે જિલ્લા માહિતી કચેરી-ભરૂચ દ્વારા તૈયાર કરાયેલી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે.આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ,સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત, વિકાસ કાર્યોનું આગોતરૂ આયોજન સહિતની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ પુસ્તિકા ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અભ્યાસુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન બની રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!