(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
બોરિદ્રાના બાળકલાકારોની અનોખી કલા દ્વારા તૈયાર થયેલ શોર્ટ ફિલ્મ બ્રહ્માંડની શોધ વિશ્વકક્ષાએ ગ્લોબલ સાયન્સ ઓપેરા ઉપર રજૂ થયેલ છે.આજે પણ બ્રહ્માંડ ની જાણકારી માટે નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે ત્યારે GSO ઉપર બોરીદ્રા શાળાના બાળકોએ અદભુત અભિનય કલા દ્વારા બ્રહ્માંડ ની જાણકારી આપી હતી.
બ્રહ્માંડનો જન્મ એક મહાન વિસ્ફોટના પરિણામે થયો હતો. જેને મહાવિસ્ફોટ સિદ્ધાંત અથવા બિગ બેંગ થિયરી કહેવામાં આવે છે. જે મુજબ લગભગ બાર થી ચૌદ અબજ વર્ષ પહેલાં આખું બ્રહ્માંડ અણુ એકમના રૂપમાં હતું.GSO એ વિશ્વ કક્ષાએ વિજ્ઞાન ની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર કરે છે ત્યારે મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર નર્મદા અને ગ્લોબલ સાયન્સ ઓપેરાના સહયોગ થી બોરીદ્રા શાળાના બાળકો એ “બ્રહ્માંડ ની શોધ ” વિશે જાણકારી આપતું એક શોર્ટ ફિલ્મ રજૂ કરી હતી. શાળાનાં મુખ્ય શિક્ષક અનિલ મકવાણા અને વિજ્ઞાન શિક્ષક ફાલ્ગુનીબેન પટેલે બાળકો ને તૈયાર કરવામાં સહયોગ આપ્યો હતો. ગ્લોબલ સાયન્સ ઓપેરા અમદાવાદના
સહ કનવીનર કથન કોઠારીની હાજરીમાં સાયન્સ ડ્રામા નું ફિલ્મ્ રૂપે બોરીદ્રા મુકામે શૂટિંગ કરવામાં આવ્યું હતું.
બ્રહ્માંડ ની શોધ ડશોર્ટ ફિલ્મમાં ધ્રુવ તારા વિશે, બ્રહ્માંડ ની શોધ વિશે અને ચમકતા તારા વિશે બાળકોએ કોમેડી, આનંદ આપે અને પારિવારીક જીવનમાં મનોરંજન સાથે વિજ્ઞાનની જાણકારી આપે તેવું ઉત્તમ શોર્ટ ફિલ્મ રજૂ કરી હતી.બાળકોએ અને બોરીદ્રા શાળાનાં મુખ્ય શિક્ષક અનિલ મકવાણાની મહેનત રંગ લાવી છે. અને વિશ્વ કક્ષાએ ગ્લોબલ સાયન્સ ઓપેરા ઉપર આ શોર્ટ ફિલ્મ ની પસંદગી થઈ છે અને તાજેતરમાં GSO ઉપર વિશ્વ કક્ષાએ રજૂ થયેલ છે. નર્મદા જિલ્લા ની પહેલી એવી બોરીદ્રા શાળા છે કે જેનું બ્રહ્માંડ ની શોધ શોર્ટ ફિલ્મ વિશ્વ કક્ષાએ ગ્લોબલ સાયન્સ ઓપેરા ઉપર ફિલ્મ સ્વરૂપે રજૂ થયેલ છે.
અમદાવાદ થી GSOના ડાયરેકટર અભય કોઠારીના પ્રોત્સાહનથી અને કથન કોઠારીની દેખરેખ હેઠળ મુખ્ય શિક્ષક અને બાળકો દ્વારા ખુબજ સરસ રીતે અભિનય કલા રજૂ કરી ને બનાવેલ શોર્ટ ફિલ્મ બ્રહ્માંડ ની શોધ વિશ્વ કક્ષાએ રજૂ થતા આખું બોરીદ્રા ગામ બોરીદ્રા શાળાના બાળકો ને અને અનિલ મકવાણાને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.
બાળકોએ રજૂ કરેલ શોર્ટ ફિલ્મ “બ્રહ્માંડ ની શોધ “ની વિશ્વકક્ષાએ ગ્લોબલ સાયન્સ ઓપેરામાં પસંદગી પામી
- નર્મદા જીલ્લાની બોરીદ્રા શાળાના બાળકો અને શિક્ષકોએ ભજવેલી ફિલ્મને મળેલી ભવ્ય સફળતા - ગ્લોબલ સાયન્સ ઓપેરા ઉપર વિજ્ઞાન સાયન્સ ડ્રામા અંતર્ગત રજૂ કરેલ શોર્ટ ફિલ્મ.."બ્રહ્માંડ ની શોધ"વિશ્વ કક્ષાએ પસંદ થઈ છે જે GSO વેબસાઇડ ઉપર 50 દેશોમાં રજૂ થઈ