google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratછોટાઉદેપુરના પાણીબાર ખાતે યોજાયો ચૂલનો મેળો : ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી...

છોટાઉદેપુરના પાણીબાર ખાતે યોજાયો ચૂલનો મેળો : ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

- હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ચૂલના મેળા ભરાતા હોય છે - ધગધગતા અંગારાઓ ઉપર ચાલીને પોતાની બાધાઓ પૂર્ણ કરતા હોઈ છે

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે.જીલ્લામાં આદિવાસી સમાજમાં દિવાળી કરતા હોળી પર્વનું ઘણું મહત્વ રહેલું છે.હોળી પર્વ ધામધૂમ પૂર્વક ઉજવવા અર્થે સૌ આદિવાસી સમાજ એકત્રિત થઈને પોતાના માદરે વતન પહોંચી જઈ હર્ષોઉલ્લાસ સાથે ફાગણ સુદ પૂનમથી રંગપાંચમ સુધી હોળીની ઉજવણી કરતા હોય છે.હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ચુલના મેળા ભરતા હોય છે.જેમાં ધગધગતા અંગારાઓ ઉપર ચાલીને આદિવાસીઓ વર્ષ દરમ્યાન ની રાખેલી બાધાઓ પૂર્ણ કરે છે.છોટાઉદેપુર જીલ્લામાં ભરાતા ચુલના મેળાઓમાં વર્ષ દરમ્યાન આદિવાસી સમાજના લોકો માન્યતા મુજબ બાધા રાખતા હોય છે.જેમાં કોઈને સંતાન ન થતું હોય, કોઈને મોટો રોગ થયો હોય, ચામડીના રોગ થયા હોય અથવા કોઈ અન્ય તકલીફ હોય જે બીમારીના નિવારણ માટે ચુલમાં ધગ ધગતા અંગારા ઉપર ચાલવાની બાધા રાખતા હોય અને હોળી બાદ ભરાતા ચુલના મેળાઓમાં એ બાધા પૂર્ણ કરતા હોય છે અને નાચગાન સાથે ભારે આનંદ લૂંટતા હોય છે.હોળી એ આદિવાસી ઓ માટે વર્ષનો છેલ્લો તહેવાર ગણાય છે.પુરા વર્ષ દરમ્યાન પ્રક્રુતિની ક્રુપા, મહેરથી કુટુંબ- ગામ, ફળીયે સૌ સાજા માજા રહ્યા હોય વર્ષ દરમ્યાન પકવવામાં આવેલ ખેતીના ધાન ધન પ્રાપ્તિ પણ સારા પ્રમાણમાં થઈ હોય,જેની ખુશીમાં કુદરતનો આભાર અભિવાદન માનવાં માટેનો તહેવાર એટલે હોળી.હોળી બાદ છોટાઉદેપુર જીલ્લાના અનેક ગામોમાં ચૂલના મેળાઓ યોજાય છે.જ્યાં જ્યાં ચૂલ ના મેળાઓ યોજાય ત્યારે એક ગામ થી બીજા ગામે ચાલતા પગપાળા મેળાની મોજ માણવા ઉમટેલા ખાસ કરીને યુવતીઓ દરેક ગામ પ્રમાણે અલગ અલગ રંગોમાં એક ડિઝાઇના કપડાંમાં જોવા મળતા હોઈ છે. જેમાં મેળામાં છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા,પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ તાલુકા જિલ્લા સંગઠન હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી મેળાની મોજ માણી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!