(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી તરીકે સફળ નેતૃત્વ કરનાર આઈ.એ.એસ અધિકારી ગંગાસિંહની ચીર સમય પશ્ચાત્ તાજેતરમાં બદલી થઈ હતી. તેઓના શાસનકાળ દરમ્યાન ભ્રષ્ટાચાર તદન નામશેષ થઈ ગયો હતો તેઓ સ્વયં સ્ટાફમાં ભ્રષ્ટાચાર કરતા ઈસમો બાબતે ખાનગી માહિતી એકત્રીત કરવા ઉત્સુક હતા.નેતાઓની ભલામણ કરતા પ્રજાની સીધી ભલામણથી આવતા કામ કરવામાં રુચિ ધરાવતા હતા એમની બદલી માટે પણ અનેક પ્રયાસો થયા હતા. પણ બદલી થતી ના હતી હાલ આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે વિવિધ વિભાગની થયેલ આઈ.એ.એસ કેડરના અધિકારીમા તેઓની પણ બદલી થઈ હતી.તેઓનું સ્ટાફ સાથે પરિવારના સભ્ય જેવું વર્તન હોવાથી સ્ટાફ પણ ભાવ વિભોર બન્યો હતો અને સૌ સ્ટાફે પુષ્પ વર્ષા સાથે અશ્રુભીની વિદાય આપી હતી.આવી વિદાય ગુજરાતમાં જવલ્લે જ આપવામાં આવતી જોવા મળે છે અને ગઈકાલે ભવ્યાતિ ભવ્ય વિદાય છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહને આપી હતી.તેઓના પૂર્વ સ્ટાફ પૈકી અનેક સ્ટાફે તેમના ચરણ સ્પર્શ પણ કર્યા હતા જે ખાસ વડીલોને વિવિધ સમાજમાં કરવામાં આવે છે.સ્ટાફ સાથેનું સદવર્તન અને સુચારુ વ્યવહારને કારણે વિદાય સમારંભમા ગંગાસિંહને બહુમાન પ્રાપ્ત થયું હતું.