(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
અયોધ્યામા શ્રી રામ મંદિરમાં આજે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.ત્યારે મહોત્સવ અયોધ્યામાં છે પરંતુ ઉત્સવ છોટાઉદેપુરમાં હોય તેવો અનેરો માહોલ અને ઉમંગ વહેલી સવારથી જોવા મળી રહ્યો હતો.છોટાઉદેપુર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. જય શ્રી રામના નાદ ગુજી ઉઠ્યા હતા.જય શ્રી રામના ગીતો વાગી રહ્યા સાથે, સમગ્ર વાતાવરણ રામમય બની ગયુ હોય તેવું લાગી રહ્યું હતું.આ પ્રસંગે છોટાઉદેપુર શહેર તેમજ આસપાસના ગામો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના લોકોએ દોકાનો બંધ રાખી એકતા દેખાડી હતી.જેતપુરપાવી તાલુકાના કલારાણી ગામ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા ગામના તમામ ફળીયામાં ફરી હતી મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા અને જય શ્રી રામના નાદ ગુજી ઉઠ્યાં હતા. સમગ્ર વાતાવરણ રામમય બનાવ્યું હતું. ત્યારબાદ ગામના રામજી મંદિર ખાતે વિશેષ આરતી કરવામાં આવી હતી.યાત્રા રામજીથી નીકળી સમગ્ર ગામમાં ફરી હતી અને ત્યાર બાદ ફરી રામજી મંદિર ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.આગેવાનો દ્વારા સમૂહમાં મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા અંતગર્ત લાઈવ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.તેમજ છોટાઉદેપુર જિલ્લા RSS ના કાર્યવાહ અશ્વિનભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.વિશાળ સંખ્યામા યુવાનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.