(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લા મથકે આવેલ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓનું પગારથી લઈને દરેક બાબતે શોષણ થતું હોવા અંગે જનરલ હોસ્પિટલ ના કર્મચારીઓ રોષે ભરાયા છે અને તેઓનું સહનશક્તિ હવે ખતમ થઈ ગઈ છે જે કારણે પગાર નિયમિત થતો ન હોય તથા અન્ય બાબતે શોષણ કરવામાં આવતું હોય જેને વિરોધમાં આજરોજ કર્મચારીઓએ જિલ્લા કલેકટર છોટાઉદેપુર અને આરોગ્ય અધિકારીને આવેદનનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.આવનાર દિવસોમાં હોળીનો તહેવાર આવે છે.સામાન્ય માણસને આ મોંઘવારીમાં પોષાય તેમ નથી.
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં વર્ગ 3 અને વર્ગ 4 ના 54 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓ ફરજ બજાવતા હોય તેઓને બે માસથી પગાર આપવામાં આવતો નથી આજ રોજ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે અને જિલ્લા સેવા સદન ખાતે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે પગારનો પ્રશ્ન ઉકેલાય તે બાબતે માંગ કરવામાં આવી છે સાથે કર્મચારીઓએ જણાવ્યું છે કે, વારે ઘડીએ હડતાલ પાડવી એ યોગ્ય નથી જેથી પગાર નો કાયમી નિકાલ થાય એ ખૂબ જરૂરી છે.
આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ નવેમ્બર માસથી કોન્ટ્રાક્ટ એજન્સી બદલાયા પછી તમામ કર્મચારીઓએ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરીને આપવા હોવા છતાં ચાર માસ થઈ ગયા હોવા છતાં ઓર્ડર આપેલ નથી તથા પીએફ પ્રોસેસ હજુ ચાલુ કરાવી નથી. પગાર સમયસર એક થી પાંચ તારીખ સુધીમાં થઈ જવો જોઈએ પણ બે માસથી થઈ જવા આવ્યા હજુ અમોને પગાર ચૂકવવામાં આવતો નથી. પૂછવામાં આવે તો હજી ટ્રેઝરીના બિલો પાસ થયા નથી અમારા પગારનું શોષણ કરતાં તેમના જેમ બિલો પાસ થતા નથી બધા આઉટસોર્સિંગ કર્મચારીઓ શોષણ પ્રક્રિયા સોલ્વ થયેલ નથી.તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.