google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeછોટાઉદેપુર LCB એ મોટર સાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ચોરાયેલા મોટર સાયકલ...

છોટાઉદેપુર LCB એ મોટર સાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ચોરાયેલા મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લા મિલ્કત સબંધી વણ શોધાયેલા ગુનાઓ સોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ જે અન્વયે વી.એસ.ગામીત પોલીસ ઈન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમાજ કરેલ જે અનુસંધાને સ્ટાફના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર દ્વારા બાતમી આપવામાં આવેલ સદર બાતમીના આધારે મિઠાલી ગામે જઈ બાતમી વાળો ઇસમ કિશનભાઇ ઉર્ફે કરશન વેસ્તાભાઈ ચૌહાણ આવતા તેને કોર્ડન કરી મોટર સાયકલના આધાર પુરાવા માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવેલ નહિ જેથી સદર મોટર સાયકલ જીજે ૧૭ બીકે ૯૬૧૭ જે મોટર સાયકલ જાંબુઘોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ હતી તેમજ વધુ પૂછપરછ કરતા રિકવરી કરેલ મોટર સાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે ૦૬ એમક્યુ ૫૫૨૫ ની વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચોરી થયેલ હોવાની હકીકત જણાવેલ જેથી પકડાયેલ ઈસમ કિશનભાઈ ઉર્ફે કરશન વેસ્તાભાઈ ચૌહાણ (કલેશ) ઉ.૨૫ રહે.ડાબચા, નરસરી ફળિયા તા.કઠીવાડા ને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.તેમજ વિજયભાઈ ઉર્ફે વીજુ દિનેશભાઈ સાપલીયા (રાઠવા) રહે.ભૂરીઆંબા રોડ ફળિયા તા.કઠીવાડા જી.અલીરાજપુર અને મહેન્દ્રસિંહ કનુડીયાભાઈ નાયક રહે.ડાબચા બટીયા ફળિયા તા.કઠીવાડાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!