(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર એલસીબીની ટીમે પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિહોદ ચોકડી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ઊચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવુત્તિ નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા મળેલ સૂચના અંતર્ગત વી.એસ.ગાવિત પોલીસ ઈન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકતના આધારે સિહોદ ચોકડી ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૪૨,૧૬૦ નો મુદામાલ તથા દારૂની હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતિ સુઝુકી કંપનીની ઈકો ફોર વ્હિલર ગાડી રજી.નંબર જીજે ૩૪ એચ ૩૫૨૭ ને પકડી પાડી પ્રોહી.નો ગણનાપાત્ર કેશ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.પોલીસે ઘટના સ્થળેથી રૂ.૪૨,૧૬૦ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મારુતિ ઈકો ગાડી રૂ.૨,૦૦,૦૦૦ તેમજ મોબાઈલ ફોન ૫,૦૦૦ અને રોકડ રકમ ૮૦૦ મળી રૂ.૨,૪૭,૯૬૦ ના મુદ્દામાલ સાથે ઓરસલભાઈ પારસીંગભાઈ રાઠવા રહે.કાનાવાંટ,નિશાળ ફળિયુ,તા.જી.છોટાઉદેપુર નાઓને પકડી પાડી પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.